દ્વારકા:  ગત લોકસભામાં પુરુષો કરતા મહિલાઓ મતદાન કરવામાં પાછળ

0
154

જામનગર:  આગામી લોકસભા ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. આ માટે ગત વિધાનસભાની ચૂંટણીના ડેટાના આધારે જ્યાં ઓછું મતદાન થયું છે તેવા બુથોને અલગથી તારવી ત્યાં મતદાન જાગૃતિના અભિયાન ચલાવવામાં આવશે.

        ગત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનું ૬૪.૮૪ ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ૬૧.૭૦ ટકા મતદાન થયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૬૫૨ મતદાન મથકમાં મતદાનનું એનાલીસીસ કરતા જિલ્લાના ૩૪૨ મતદાન મથક એવા હતા કે જ્યાં પુરુષો કરતા મહિલાઓનું મતદાન ૧૦ ટકા ઓછું હતું. આવા મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવી છે અને હવે આગામી લોકસભા ચૂંટણીમાં આ બૂથમાં  મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

        જિલ્લામાં ૫૦ ટકા થી ઓછુ મતદાન ધરાવતા ૮૧-ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારના ૧૨ મતદાન મથકો અને ૮૨-દ્વારકા વિધાનસભા મતવિસ્તારના ૨૧ મતદાન મથકો આમ કુલ ૩૩  મતદાન મથકો હતા. આ ઉપરાંત પુરુષની સાપેક્ષમાં સ્ત્રીઓનું ૧૦ ટકાથી વધુ તફાવત ધરાવતા મતદાન થયેલ તેવા ૮૧-ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારના ૧૮૯ મતદાન મથકો અને ૮૨-દ્વારકા વિધાનસભા મતવિસ્તારના ૧૫૩ મતદાન મથકો આમ કુલ ૩૪૨ મતદાન મથકોનો સમાવેશ થયેલ. જેથી આ તમામ બુથમાં મતદાન વધારવા માટે ચૂંટણી શાખા દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવનાર છે તેમ દેવભૂમિ દ્વારકાના નાયબ જિલ્લા ચુંટણી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here