દ્વારકા : મહિલાઓ પણ પાછળ નથી, જુગાર રમતા પકડાઈ ચાર મહિલાઓ

0
582

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકામાં સ્થાનિક પોલીસે દરોડો પાડી ચાર મહિલાઓને તીનપતિનો જુગાર રમતા પકડી પાડી છે. પોલીસે ચારેય મહિલાને રૂપિયા દસ હજારની રોકડ સાથે પકડી પાડી છે. પોલીસે આ મહિલાઓ સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી છે.

દ્વારકા જીલ્લામાં દર ત્રીજા દરોડામાં મહિલાઓ જુગાર રમતા પકડાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે વધુ એક વખત જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. દ્વારકામાં નરસંગટેકરી વિસ્તારમાં રાધે રાધે બાપુના આશ્રમથી આગળ શેરીમા જાહેરમાં જુગાર રમતી રેખાબેન ખેતાભા માણેક, સનીબેન ધીરૂભા માણેક, વસંતબેન આનંદભાઈ ભંડારી, સુનીતાબેન કાનાભા સુમણીયા રહે.રાંગાસર ગામ તા.દ્વારકા વાળીઓને પકડી પાડી હતી. આ મહિલાઓ ગંજીપતાના પાના વડે ત્રણપત્તી રોન પોલીસ નામનો જુગાર રમતી વેળાએ રૂપિયા ૧૦,૪૭૦ની રોકડ કબજે કરી હતી. પોલીસે તમામની સામે જુગાર ધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here