દ્વારકા: બે વ્યાજખોરોએ રીક્ષા ચાલકને વ્યાજના વિષચક્રમાં ફસાવી આપી ધમકી

0
1359

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ગેર કાયદે રૂપિયા ધીરધાર કરી ધાક ધમકીઓ આપવા સબબની ત્રીજી ફરિયાદ દાખલ થઇ છે. દ્વારકામાં રીક્ષા ચલાવતા યુવાનને બે વ્યાજખોરોએ ધીંગા વ્યાજે રૂપિયા ધીરી મોટી રકમ વસુલી વધુ વ્યાજ માટે ધાક ધમકી આપી રહ્યા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને સખ્સોને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પોલીસે વ્યાજખોરીના નેટવર્ક સામે લાલ આંખ કરી છે. જીલ્લા પોલીસ વડાએ લોક દરબાર યોજી વ્યાજના વિષચક્રમાં ફસાયેલ લોકોની ફરિયાદો સાંભળી છે. ત્યારે દ્વારકા પોલીસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં દ્વારકામાં નરસંગ ટેકરી, ખારા તળાવ રોડ ટીપણી વાવ પાસે રહેતા અને રીક્ષા ચલાવતા હસમુખભાઇ સવજીભાઇ જોષીએ પાંચેક વર્ષ પૂર્વે પૈસાની જરૂરિયાત પડતા બિરલા પ્લોટમાં રહેતા યોગેશભાઇ વીઠ્ઠલાણી નામના સખ્સ પાસેથી રૂ. ૩૦,૦૦૦ વ્યાજે લિધેલ જેના ૧૮ માસ સુધી માસીક ૩૦૦૦ લેખે કુલ ૫૪,૦૦૦ રૂપીયા આરોપી યોગેશે દસ ટકા વ્યાજ વસુલ કર્યા હતા. ત્યારબાદ યુવાને દસ દસ હજારના ત્રણ હપ્તા કરીને તેના ૩૦,૦૦૦ રૂપીયા આપી મુદલ રકમ ચુકવી દીધી હતી. આ વ્યવહાર પૂર્ણ થઇ જતા યુવાનને વધુ જરૂર પડતા આરોપી યોગેશભાઇ પાસેથી રૂપીયા ૫૫,૦૦૦ રૂપીયા વ્યાજે લીધા હતા. જેના ૧૨ માસ દરમ્યાન આરોપી યોગેશભાઇ એ રૂપિયા રૂ.૬૬,૦૦૦ દસ ટકા લેખે વ્યાજ વસુલ કર્યું હતું. તોતિંગ વ્યાજ વસુલવા છતા હજુ પણ આરોપી યોગેશભાઇ ફરી. પાસેથી વધુ વ્યાજ તથા રૂપીયાની માંગણી કરતા હતા. જે બાબતે યુવાને નનૈયો ભણી દેતા આરોપી યોગેશે બળજબરીથી રૂપીયા કઢાવવા માટે યુવાનને તથા તેના પરીવારને હેરાન પરેશાન કરી દબાણ કર્યું હતું.

જયારે રીક્ષા ચાલક યુવાને અન્ય એક સલીમભાઇ મલેક પાસેથી રૂપીયા ૪૦,૦૦૦ની રકમ દસ ટકાના દરે વ્યાજે લીધી હતી. આ રકમ પર યુવાન દર મહીને દસ ટકા લેખે રૂ. ૪૦૦૦ વ્યાજ આપી દેતો હોય તેમ છતા તે આરોપી સલીમએ વધુ વ્યાજની માંગણી કરી બળજબરીથી વધુ વ્યાજ કઢાવવા દબાણ કરી પરેશાન કરી રહ્યો હોવાની પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

પોલીસે યોગેશ વિઠલાણી અને સલીમ રહીમ મલેક રહે. ટીવી સ્ટેશન પ્રાથમીક શાળા પાસે તા.દ્વારકા વાળાઓ સામે ગેર કાયદે નાણા ધીરધાર કરી ધાક ધમકીઓ આપવા સબબ ઇ.પી.કો કલમ ૩૮૪ તથા ધ મનીલેન્ડર્સ એકટ ૨૦૧૧ ની કલમ- ૪૦, ૪૨(એ)(ડી), ૪૪ મુજબ ફરિયાદ નોંધી સ્થાનિક પીએસઆઈ એ.એલ.બારશીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here