દ્વારકા : મીઠાપુરના આ બે માથાભારે સખ્સો પાસા હેઠળ જેલ ભેગા કરાયા

0
735

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મારામારી, ધાક ધમકી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ બે માથાભારે સખ્સોની સામે પાસાનું હથિયાર ઉગામવામાં આવ્યું છે. પોલીસે બંને સખ્સોની અટકાયત કરી વડોદરા અને સુરતની જેલમાં મોકલી દીધા છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં  કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ચુનૌતી બની ગયેલ સખ્સો સામે કાર્યવાહી કરવા ગતિવિધિ તેજ કરી છે. આ દરમિયાન પોલીસ દ્વારા મીઠાપુરના બે સખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને જીલ્લા કલેકટર ઓફિસે મંજુરી માટે મોકલવામાં આવી હતી, મીઠાપૂરમાં અનેક ગુનામાં સંડોવાયેલ અને કાયદો-વ્યવસ્થા માટે માથાનો દુખાવો બની ગયેલ હાજાભાઈ પાલાભા સુમણીયા રે કૃષ્ણનગર, આરંભડા, મીઠાપુર અને માપભા ઉર્ફે માપલો વિરાભા સુમણીયા રે મીઠાપુર વાળા સખ્સો સામે કરવામાં આવેલ દરખાસ્તને કલેકટરે મંજુર કરતા એલસીબીના પીઆઈ ચાવડા સહિતના સ્ટાફે તાત્કાલિક બંને સખ્સોના સગડ મેળવી અટકાયત કરી હતી. દરમિયાન બંને સખ્સો પૈકી હાજાભાને વડોદરા અને માપભાને વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here