દોડધામ : કોવિડ હોસ્પિટલમાં આગ, ફાયરની હૈયાતીએ ‘હોળી’ અટકાવી, કેમ લાગી આગ, જાણો

0
1039

જામનગર અપડેટ્સ : સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની કોવિડ હોસ્પિટલના ચોથા માળે આઇસીયુ વિભાગમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જો કે હાજર ફાયરની એક ટીમે તાત્કાલિક નિયંત્રણ મેળવી લેતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. વેન્ટિલેટરના વાયરિંગમાં ધુમાડા સાથે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં આજે આઇસીયું વિભાગમાં આગ લાગી હતી. આગની આ ઘટનાને પગલે દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે પ્રથમથી જ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ ફાયર સ્ટાફે બાજી સંભાળી લીધી હતી. જે વેન્ટિલેટરમાં આગ લાગી હતી તેને દૂર ખસેડી વાયરિંગ કટ કરી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આ બનાવમાં કોઈ હટાહત થવા પામી ન હતી. વેન્ટિલેટરના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા ધુમાડા સાથે આગ લાગી હતી. જે વિકરાળ બને તે પૂર્વે જ ફાયરે આગ પર નિયંત્રણ મેળવી લેતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી ગઈ હતી. તંત્રએ કોવિડ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી ફાયરની એક ટીમને તૈનાત કરી છે..જે ટીમની કામગીરીના પગલે મોટી ઘટના આકાર પામતા અટકી છે.
ઉલ્લેખનીય છે કે જીજી હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં આઠ માસ પૂર્વે આગ લાગી હતી ત્યારે તમામ મશીનરી ખાક થઈ ગઈ હતી. જો કે આ ઘટનામાં પણ કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આઇસીસીયુ વોર્ડ ભસ્મીભૂત થઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here