દિવાળી : બજારમાં તેજી આવી ખરી, વાહનો, સોનાના આભુષણથી માંડી તમામમાં લાવ લાવ

0
803

જામનગરમાં દર વર્ષે દિવાળી પૂર્વે બજારમાં નીરસતા જોવા મળતી હોય છે. આ વર્ષે પણ એવો જ માહોલ ઉભો થયો હતો. પરંતુ બારસથી શરુ કરી દિવાળી સુધીના ચાર દિવસમાં ગ્રાહકોનો જુવાળ બજાર તરફ દોરાતો હોય છે. આવા માહોલ આ વખતે દેખાયો હતો. જો કે આ વખતેનો માહોલ વર્ષો પછી આવ્યો હોય તેમ બજાર ઘરાકોથી ઉભરાઈ હતી. વાહન, સોના-ચાંદીના આભુષણ, ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ અને કપડા તથા ફટાકડા બજારમાં ગ્રાહકોની ભીડ જામી હતી.

બારસથી શરુ કરી છેક દિવાળીની રાત સુધી આ માહોલ અવિરત રહેતા વેપારી વર્ગની દિવાળીમાં ચાર ચાંદ લાગી ગયા છે. જામનગરમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે શહેરમાં દિવાળી તથા ધનતેરસના શુભ દિને 50  કરોડના વાહનની ખરીદી થઈ છે. દિવાળીના પર્વમાં સોના-ચાંદી ઉપરાંત ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, મકાન, દુકાન ખરીદવા માટેનું સૌથી શ્રેષ્ઠ મુરત ધનતેરસ અને દિવાળીના માનવામાં આવતું હોય છે.

જામનગરમાં દ્વિચક્રીય વાહનના વિવિધ કંપનીઓના ફુલ 16 જેટલા શો રૂમમાં આવેલા છે. દિવાળીના પર્વમાં આ તમામ શો રૂમમાં લાંબી કતારો જોવા મળી હતી. બીજી તરફ ધનતેરસના દિવસે સુવર્ણ શો-રૂમો અને સોની બજારમાં જબરી ઘરાકી જોવા મળી હતી. લગ્નની સીજન અને ધનતેરસ જેવા તહેવારના સમન્વયના કારણે સોનાના આભુષણમાં પણ જગમગાટ જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય કહી શકાય તેવા ૧૩ જવેલર્સ સહિતના જવેલર્સમાં ૯૦ કરોડના દાગીનાની  ખરીદી થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here