દિલ ધડક વિડીયો : યુવાને બાઈક સાથે ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કર્યો ને ધસમસતી ટ્રેઈન આવી ગઈ…પછી થયું આવું

0
2198

જામનગર અપડેટ્સ : રેલ્વે ટ્રેકમાં બાઈક ફસાઈ……યુવાન પોતાનાં ફસાયેલ બાઈકને સલામત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરે છે….થોડા પ્રયાસ છતાં બાઈક નીકળતી નથી….અન્ય કોઈ મદદે આવે તે પૂર્વે ટ્રેન ઘસી આવે છે…ઘસમસતી ટ્રેઈન જાણેનો ઘંટ નાદ વગાડતી મોત બની નજીક આવી રહી છે..યુવાન પોતાના સુંદર બાઈકને ટ્રેકમાંથી કાઢવાનો પ્રયાસ કરે છે…પરંતુ ટ્રેઈન અંત્યંત નજીક આવી જાય છે…પછી શું ? આવી સ્થિતિ વચ્ચે ફિલ્મોમાં હમેશા હીરો ફંગોળાઈ જઈ પોતાને બચાવી લેતો હોય છે.

હોલીવુડ કે બોલીવુડ ફિલ્મોમાં જ જોવા મળતું આવું ફિલ્માંકન હકીકત બને તો ? જી હા., આવું જ દિલધડક ફિલ્મી દ્રશ્ય જામનગરમાંથી સામે આવ્યું છે. આવા જ એક દિલધડક દર્શ્યોને ફિલ્માંવતો વિડીઓ વાયરલ થયો છે…જામનગરના સમર્પણ રેલ્વે ફટાકથી સાંઢીયા પુલ વચ્ચે હરિયા કોલેજ સામેના રેલ્વે ટ્રેક પર આ ઘટના ઘટી હોવાનું વિડીયો નિહાળતા લાગી રહ્યું છે જોકે આ વાસ્તવિક અને દિલધડક ફિલ્માંકન ક્યારે અને કેવી પરિસ્થિતિમાં ભજવાઈ ગયું એ સ્પષ્ટ થયું નથી. પરંતુ સમય સુચકતા વાપરી યુવાને બાઈક છોડી પોતે છલાંગ લગાવી ટ્રેક છોડે છે ત્યારે બીજી જ ક્ષણે ઘસમસતી ટ્રેઈન બાઈકને લઇ આગળ વધતી જણાઈ આવે છે. જો યુવાને એક મિનીટ પણ મોડું કર્યું હોત તો બાઈક સાથે પોતાનો પણ જીવ હાથથી ધોવો પડ્યો હોત..પરંતુ અહી પણ ફિલ્મી કહાની જેવો જ અંત આવ્યો યુવાન બચી ગયો અને બાઈક ટ્રેન સાથે ધસડાઇ ગયું. જો કે આ ઘટના અંગે રેલ્વે તંત્રનો સંપર્ક થઇ શક્યો નથી.

દિલધડક વાયરલ વીડિયો : ટ્રેક પર બાઇક ફસાયું ને ધસમસતી ટ્રેઈન આવી ચડી..પછી થયું આવું…વિડીઓ જુઓ નીચે ક્લિક કરીને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here