જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી ગામે વિદેશી દારૂના વિશાળ જથ્થા સાથે બે સખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે બંને સખ્સોના કબજામાંથી એક લાખનો દારૂનો ૧૭ પેટી દારૂનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કાલાવડ તાલુકાના મોટી માટલી ગામની સીમમાં જીવાધાર સીમમા અવાવરૂ જાડી જાખરા વાળી જગ્યામા અમુક સખ્સોએ વિદેશી દારુ છુપાવ્યો હોવાની સ્થાનિક પોલીસને ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રાહુલ હમીરભાઇ મકવાણા રહે-મોટી નાગાજર ગામ તા.કાલાવડ જી.જામનગર તથા રાજકોટમાં ફ્રુટની વેપાર કરતા આશીષ નટુભાઇ સોલંકી રહે-મનહરપરા, શેરી નં-૩, ભાવનગર રોડ, રાજકોટ વાળા સખ્સો અવાવરૂ જાડી જાખરા વાળી જગ્યામાથી ૨૦૪ બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે આ જથ્થો કબજે કર્યો હતો. રૂપિયા ૧,૦૨,૦૦૦ના દારૂના જથ્થા અને બાર મોબાઈલ સાથે ધરપકડ કરી હતી. પોલીસે પ્રોહીબીશન ધારાઓ મુજબ ફરિયાદ નોંધી બંને સખ્સોને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.