
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક મોડી રાત્રે કાર પલટી જતા સર્જાયેલ અક્સમાતમાં ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે. ગમખ્વાર અકસ્માતના પગલે રાજ્ય ધોરી માર્ગ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં બે યુવાનો જામનગરના છે અને એક ધ્રોલના નિવાસી હોવાનું જાણવા મળ્યું છે. જો કે અકસ્માત કેવા સંજોગોમાં સર્જાયો તેની વિગતો હાલ સામે આવી નથી. જામનગર જીલ્લાનો ધ્રોલ-ટંકારા માર્ગ વધુ એક વખત રક્ત રણજીત બન્યો છે. ગત મોડી રાત્રે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક સાથે ત્રણ વ્યક્તિઓના મોત થતા માર્ગ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતની વિગત એવી છે કે ધ્રોલ તાલુકા મથક નજીક આવેલ લતીપર અને ગોકુલપુર ગામ વચ્ચે ગઈ કાલે મોડી રાત્રે એક કાર પસાર થઇ રહી હતી ત્યારે કોઈ પણ કારણસર કાર એકાએક પલટી મારી ગઈ હતી અને કાર રસ્તા પરથી ફંગોળાઈ ગઈ હતી.

કારમાં સવાર લતીપર ગામના રીસીભાઈ મુકેશભાઈ ચભાડીયા પટેલ અને જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગનગરમાં શિવનગરમાં રહેતા ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા અને જામનગરમાં એમ્યુજમેન્ટ પાર્ક પાસે આવેલ શ્રીજી હોલ પાસે રહેતા વિવેકભાઈ દિનેશભાઈ પરમારને માથા સહીત સરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોચતા બંનેને ૧૦૮ની મદદથી શહેરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્અમાતની જાણ થતા જ ધ્કરોલ પોલીસ દફતરના પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્સ્માથળે પહોચ્તયો હતો અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવા સહિતની તજવીજ હાથ ધરી હતી. બંને ઘાયલોને ૧૦૮ ની મદદથી હોસ્પિટલ પહોચાડવામા આવ્યા હતા.