હાઇ રે કળિયુગ: માનસિક બીમાર યુવતી પર નરાધમે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી

0
684

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના એક ગામમાં માનસિક બીમાર યુવતી પર અજાણ્યા શખ્સે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધાની ઘટના પગલે ગરીબ પરિવાર પર આભ તૂટી પડયું છે  કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે બળાત્કાર સંબંધિત ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે. ભોગ બનનાર માનસિક બીમાર યુવતીને 18 અઠવાડીયાનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. ગરીબ માતા-પિતા મજુરી કામે ચાલ્યા ગયા બાદ અજાણ્યા આરોપીએ તેની એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હોવાની વિગતો સામે આવી છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના એક ગામમાં ગરીબ પરિવાર પર ત્યારે આભ તૂટી પડયું જ્યારે પરિવારની 18 વર્ષની માનસિક બીમાર અપરિણીત પુત્રી ગર્ભવતી હોવાની વિગતો સામે આવી હતી.  ગરીબ માતા-પિતા દિવસે મજૂરી કામે ચાલ્યા જતા હોવાથી  કોઈ નરાધમ અને વાસનાગ્રસ્ત શખ્સે ઘરે એકલી રહેતી માનસિક અસ્વસ્થ એવી 18 વર્ષ અને ચાર માસની ઉંમર ધરાવતી સારા-નરસાનો વિચાર કરવા અશક્તિમાન એવી યુવતીની એકલતાનો લાભ ઉઠાવયો હતો.

કોઈ અજાણ્યો નરાધમ શખ્સ તેણીના ઘરે પહોંચી બળજબરીપૂર્વક તેની સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી તેણીને 28 સપ્તાહનો ગર્ભ રહી ગયો હોવાની વિગતો સામે આવી છે. પેટમાં દુખાવાની ફરિયાદ કરતા પરિવારજનોએ તેણીનું મેડિકલ પરીક્ષણ કરાવતા સામે આવેલ હકીકતને લઈને માતાપિતાના પગ નીચેથી જમીન સરી ગઈ હતી. જેને લઇને તેણીના પરિવારજનોએ અજાણ્યા શખ્સ સામે કલ્યાણપુર પોલીસ દફતરમાં  માનસિક બીમાર પુત્રી પર બળાત્કાર ગુજારી અજાણ્યા શખ્સે 28 સપ્તાહનો ગર્ભ રાખી દીધો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ એસ કે બારડ સહિતના સ્ટાફે અજાણ્યા નરાધમ શખ્સની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here