વર્ષ ૨૦૧૮માં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર પોલીસકર્મીએ કરેલ હુમલા કેસમાં રીવાબા અને તેમના માતાને હાજર રહેવા કોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે. ફરિયાદ પક્ષે બંને હાજર નહી રહેતા કોર્ટે આગામી મહિનાની તારીખ જાહેર કરી હાજર રહેવા હુકમ કર્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના આધારભૂત ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ગત તા. ૨૧/૦૫/૨૦૧૮ ના રોજ જીજે ૦૩ ડીએફ ૯૩૬૬ નંબરની બીએમડબલ્યું કાર લઇ જામનગરના સરુ સેકશન રોડ પરથી પસાર થતા હતા ત્યારે પોલીસ હેડકવાટર્સ પાસે સંજય કરંગીયા નામના પોલીસ કર્મચારીનું મોટર સાયકલ રીવાબાની કાર સાથે ભટકાયુ હતુ. જેને લઈને રીવાબાએ કાર ઉભી રાખી હતી. દરમિયાન બાઈક ચાલક પોલીસ કોન્સ્ટબલે પોતાનું કાર્ડ બતાવી, રીવાબાના માથાના વાળ પકડી, મોઢા પર જાપટો મા૨વા લાગેલ અને રીવાબાનું માથું કાચ સાથે જોર થી બે ત્રણ વાર અથડાવ્યું હતું. જેમાં રીવાબાને ઈજા થઇ હતી. આ બનાવના પગેલ રાડારાડી થઇ જતા મનીષાબેન દિક્ષીત, રાજદીપસિંહ જાડેજા, વિજયસિંહ ચાવડા આવી ગયા હતા અને વચ્ચે પડી એકબીજાને છોડાવ્યા હતા. આ બનાવ વખતે રીવાબાની સાથે રહેલ તેમના માતાએ પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી હતી.

આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૩૫૪, પ૦૪, ૨૬૯ અને એમ.વી.એકટ ની કલમ – ૧૭૭ અને ૧૮૪ મુજબ નોંધાયેલ ફરિયાદ બાદ સીટી સી ડીવીજન પોલીસે પોલીસકર્મીની ધરપકડ કરી, તપાસ પુર્ણ થતા કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. દરમિયાન રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા અને તેમની માતાને અદાલત ધ્વારા સમન્સ કરવામાં આવ્યું હતું. સમન્સ બજવા છતા હાજર રહેવાને બદલે વકીલ રોકી તા.૦૫/૧૧/૨૦૧૯ થી વારંવાર મુદત માંગતા હતા. અને અદાલતમાં હાજર થતા ન હતા. જેને લઈને કોર્ટે તા. ૧૦/૦૧/૨૦૧૮ના રોજ છેલ્લી મુદત આપવામાં આવશે તે શરતે રિપોર્ટ મંજુર કર્યો હતો. આમ છતા પણ બંને હાજર રહેવામાં નિષ્ફળ જતા તા. ૨૨/૦૧/૨૦૧૮ ના રોજ ચીફ જયુડી. મેજી. દ્વારા તેણી હાજર ન ૨હેતા જામીનલાયક વોરંટ જારી કર્યું હતું પરંતુ પોલીસ તા. ૨૨/૦૧/૨૦૨૦ થી તા.૨૪/૦૨/૨૦૨૨ સુધી રીવાબાની ધરપકડ કરી શકતી નથી અને રીવાબા મળી આવતા નથી તેવા શેરા સાથે વોરંટ પાછા ફરે છે અને પોલીસ દ્વારા ફોન પ૨ કોન્ટેકટ કરતા તેણીના વકીલ જોઈ લેશે તેવા જવાબો આપેલ છે. તેવા શેરાઓ છે. જેથી અદાલતે પોલીસ કમિશ્નર, રાજકોટને રીવાબા અને તેણીની માતા પ્રફુલ્લાબાનાં વોરંટ બજવણી માટે મોકલવામાં આવ્યું છે. જેની તારીખ ૫/૦૩/૨૦૨૨ ના રોજ છે. આ કેસમાં રીવાબાના વકીલ વિરેન્દ્રસિંહ ગોહીલ અને આરોપીના વકીલ ત૨ફે વી.એચ.કનારા રોકાયા છે.