કોરોના કોરોના કોરોના…નવો રેકોર્ડ, 668 દર્દીઓ, 114 મોત

0
405

જામનગર : જામનગર શહેર –જીલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. દરરોજ નવા નવા રેકોર્ડબ્રેક દર્દીઓ નોંધાઈ રહ્યા છે. આજે વધુ ૬૬૮ દર્દીઓને કોવીડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ  કરવામાં આવ્યા છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં 114 દર્દીઓએ કોવિડ હોસ્પિટલમાં દમ તોડ્યો છે. જેમાં ૧૭ દર્દીઓના મોત સતાવાર દર્શાવવામાં આવ્યા છે જે સીજનના સૌથી વધુ છે.

જામનગર જીલ્લામાં કોરોના સંક્રમણ જેટ ગતિએ આગળ વધતા સતત નવમાં દિવસે નવા દર્દીઓના આંકમાં નવો રેકોર્ડ થયો છે. આજે જામનગર શહેર અને જીલ્લામાંથી વધુ ૬૬૮ દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ગ્રામ્યમાં ૨૮૫ દર્દીઓ અને શહેરના ૩૮૩ દર્દીઓનો સમાવેશ થાય છે બીજી તરફ શહેરના ૧૫૦ દર્દીઓ તંદુરસ્ત થઇ જતા રજા આપવામાં આવી છે. જયારે ગ્રામ્યમાં ૨૮૯ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સતાવાર મૃત્યુ તરફ નજર કરીએ તો ગ્રામ્યમાં છ અને શહેરમાં દસ દર્દીઓનના મોત થયા છે. જો કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ ૯૮ દર્દીઓએ દમ તોડ્યો હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here