લાંચ: કોન્સ્ટેબલે કહ્યું…whatever, ઘઉં કે જીરું પણ ચાલશે પણ પછી થયું એવું કે..

0
744

જામનગર પોલીસ હેડકવાટરમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા સ્થાનિક એસીબીના હાથે પકડાઈ ગયા છે. એક બોટલ દારૂ સાથે પકડાયેલ ફરિયાદીના સબંધી પાસેથી કોન્સ્ટેબલે ઘઉં કે જીરું આપી દેવા કહ્યું હતું પરંતુ ફરિયાદીએ રોકડા આપીશ તમે જ લઇ લેજો કહેતા પોલીસ જવાન આબાદ જીલાઈ ગયો છે.

જામનગર પોલીસ હેડ ક્વાટરમાં અનાર્મ પોલીસ હેડ કવાટરમાં ફરજ બજાવતા બાદલ નીલેશભાઈ ચોટલીયા દારૂ કેસમાં લાળ ટપકાવી હતી. એક બોટલ દારૂ સાથે પકડ્યાલે એક સખ્સ સામે કડક કાર્યવાહી ન કરવા માટે બાદલભાઈએ જે તે સખ્સના સબંધી પાસેથી ૧૫ હજારની લાંચ માંગી હતી. જો કે રોકડની સગવડ નહી હોવાનું કહેતા કોન્સ્ટેબલે રોકડના બદલે ઘઉં કે જીરું આપી દેવા કહ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને લઈને જામનગર એસીબીએ આજે રામેશ્વરનગરમાં મોમાઈ હોટેલ ખાતે ટ્રેપ ગોઠવી હતી. જેમાં કોન્સ્ટેબલ બાદલભાઈ રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. જામનગર એસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમડી પટેલ સહિતના સ્ટાફે હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. એસીબીની ટ્રેપને લઈને જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here