આજે સેન્સ પ્રક્રિયા : સહી ઓર ગલત કે બીચ મેં જો ચીજ આકે ખડી રહ જાતી હે ના, ઉસે ‘સેન્સ’ કહતે હે, ઓર હમ ‘સેન્સ’ કે સાથ હે !!!

0
350

જામનગર : તાજેતરમાં રિલીજ થયેલ વિવાદાસ્પદ ‘તાંડવ’ વેબ સીરીઝ ટોટલી રાજનીતિના પહેલું પર બની છે. બે પાત્રો વચ્ચેના સંવાદમાં આવો ડાયલોગ થાય છે. મુખ્ય પાત્ર સૈફના મસલ્સ પાવર તરીકેની ભૂમિકામાં રહેલ સુનીલ ગ્રોવર પોતાના અંદાજમાં પોલીસ અધિકારી પર રોફ જમાવી બોલે છે ‘સહી ઓર ગલત કે બીચ મેં જો ચીજ આકે ખડી હો જાતી હે ના, ઉસે ‘રાજનીતિ’ કહતે હે, ઓર હમ ‘રાજનીતિ’ કે સાથ હે, આ ડાયલોગ એટલા માટે યાદ આવ્યો કે આજે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા દાવેદારો માટેની સેન્સ પ્રક્રિયા છે. આ ડાયલોગ આ પ્રક્રિયાને પુરેપુરો બંધ બેસે છે. સેન્સ એક એવી પ્રક્રિયા છે જે પ્રત્યક્ષ-પરોક્ષ વચ્ચેની અટકેલી સત્યતા છે. એક માત્ર મહાપાલિકા નહી પણ તમામ ચૂંટણીઓ પૂર્વેની સેન્સ પ્રક્રિયામાં આવતા દાવેદારોમાંના સમાવેશ પાત્રોના બદલે અમુક ઉમેદવારો એવા ટીકીટ મેળવી લેતા હોય છે જે આ પ્રકીયાનો ભાગ જ હોતા નથી. જેને લઈને સેન્સ પ્રક્રિયાની સેન્સ સામે જ સવાલો ઉઠતા આવ્યા છે. પરંતુ પક્ષની વિચારધારા મુજબ ભાજપા આજે સેન્સ પ્રક્રિયા યોજવા જઈ રહ્યો છે. ત્યારે રાજનીતિના આ પહેલુને જરાય નજર અંદાજ કરી શકાય નહી.

પાર્ટીમાં કામ, સમર્થકોની સંખ્યા અને ક્યા નેતા સાથે નજદીકિયા….બસ આજ પહેલુઓને સેન્સ પ્રક્રિયાની મુખ્ય પાત્રતા ગણવામાં આવતી હતી ભૂતકાળમાં, પ્રથમ વખત ભાજપાએ સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારની ખરી કસોટી કરતુ ફોર્મ બહાર પાડ્યું છે. જેમાં ઉમેદવારોના જાહેર જીવનથી માંડી સોશ્યલ મીડિયામાં એક્ટીવનેશ સહિતની બાબતોને વણી લેવામાં આવી છે. સેન્સ પ્રક્રિયામાંથી જ મોટાભાગના એવા ઉમેદવારોની પસંદગી થતી હોય છે જે વિજેતા બનવાના તમામ પાસાઓ પર ખરા ઉતરતા હોય છે. સેન્સ લેનાર નિરીક્ષકો ભાવી ઉમેદવારોને સાંભળે છે. તેઓના કાર્યક્ષેત્રમાં કામગીરી અને નામના તેમજ સમર્થન અંગેનો ચિતાર મેળવે છે. હવે ભાજપાએ પ્રથમ વખત સેન્સમાં સોશ્યલ મીડિયાને ઇન્વોલ્વ કર્યું છે. જેમાં ટ્વીટર, ફેસબુક સહિતની સોશ્યલ સાઈટ પર તમારા કેટલા સમર્થકો, હિટ્સ સહિતની સમગ્ર માહિતી પણ માંગવામાં આવી છે. સેન્સનું ફોર્મ જોતા એવું લાગે કે આ પ્રકારીયામાં બંધ બેસતો ઉમેદવાર બહાર આવશે એ જ સો ટકા જીતીને પરત ફરશે, પરંતુ ભૂતકાળ ગવાહ છે કે આ સેન્સ પ્રક્રિયામાં સામેલ નહી થનારા ઉમેદવારો ટીકીટ મેળવી મેદાન મારી જતા હોય છે. ત્યારે સેન્સ પ્રક્રિયા સામે સવાલો ઉભા થાય છે. જો કે સેન્સ પ્રક્રિયા પક્ષની વિચારધારા અને આચારસહિતાનો એક ભાગ હોય છે એ બરાબર છે પણ તેમાં રાજનીતિનું  તત્વ ભળે છે ત્યારે જે પાત્રો સેન્સ લેવા આવ્યા હોય છે એમનું કદ ઘટતું દેખાય છે.

એની વે, આજે ભાજપા દ્વારા શહેર-જીલ્લાના બંને કાર્યાલયો ખાતે મહાનગરપાલિકાના ઉમેદવારોની કસોટી લેશે. જે કસોટીમાં ખરા ઉતરેલ પ્રતિ વોર્ડના ત્રણ-ત્રણ કે બબ્બે નામ પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ જશે. બોર્ડ આ નામ પર એક નામની મહોર મારશે જે આગામી કોર્પોરેટર તરીકેની ચૂંટણી લડશે. ભૂતકાળ ભૂલી પ્રથમ વખત એવું જોવા મળે કે સેન્સ પ્રક્રિયામાં આવેલ ભાવી ઉમેદવારોમાંથી જ અંતિમ પસંદગી થાય, તો જ સેન્સ પ્રક્રિયાની સેન્સ જળવાઈ રહેશે અન્યથા આ પ્રક્રિયાને લાગેલ નોનસેન્સનું ગ્રહણ વધુ એક વખત પ્રબળ બનશે. આગામી સમયમાં તાંડવના ડાયલોગનું બદલાયેલ રૂપ સામે આવે, સાચા-ખોટાના વચ્ચેની ચીજ નહી પણ બંનેની કસોટીભરી ‘સેન્સ’ પ્રક્રિયામાંથી જે ઉમેદવાર પાસ થઇ મહાજંગમાં ખરો ઉતરે, એ રાજનીતિ, આવું થાય તો જ સેન્સ પ્રકિયાની ગરિમા જળવાઈ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here