નગરસેવિકાઓએ કમિશ્નર કાર્યાલય સામે જ કર્યો રાતવાસો

0
483

જામનગર : લોકડાઉન દરમિયાન મહાનગરપાલિકા દ્વારા રેકડીધારકો સામે કરવામાં આવેલ કાર્યવાહી અને કબજે કરવામાં આવેલ રેકડીઓ છોડાવવા ભાજપ-કોંગ્રેસની બે મહિલા નગરસેવકો એક જ મંચ પર આવી ધરણા શરુ કર્યા છે. મહાપાલિકા દ્વારા નાના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જે વધારે પડતી હોવાની લાગણી સાથે ગઈ કાલે ભાજપના નગરસેવિકા રચનાબેન નંદાણીયા અને કોંગ્રેસના જેનબબેન ખફીએ કમિશ્નરને રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ હકારાત્મક પ્રત્યુતર નહિ આપવામાં આવતા બંને નગરસેવિકાઓ કમિશ્નર કાર્યાલય સામે જ ધરણા પર બેસી ગઈ હતી. નગરસેવિકાની સાથે રેકડી સંચાલકો પણ જોડાયા હતા. જો કે મોડી રાત સુધી તંત્ર દ્વારા ખાતરી નહી આપવામાં નહી આવતા બંને નગરસેવિકાઓ સહિતનાઓએ કાર્યાલય બહાર જ રાતવાસો કરવાનો નિર્ણય કર્યો હતો અને આખી રાત ધરણા કર્યા હતા. તંત્ર જ્યાં સુધી હકારાત્મક ન બને ત્યાં સુધી કાર્યવાહી કરવામાં આવશે એમ નગરસેવિકાએ જણાવ્યું છે અને ધરણા પર અડગ રહેશે એમ પણ ઉમેર્યું છે. ભાજપ-કોંગ્રેસ રેકડી સંચાલકોના મુદ્દે એક સાથે આવ્યા હોવાનો પ્રથમ કિસ્સો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here