જન્મદિવસ: રાજકારણમાં સાવ ધરાતલ વ્યક્તિત્વ એટલે ધારાસભ્ય દિવ્યેશ અકબરી

0
578

જામનગર: એક એવો લોક પ્રતિનિધિ કે જે સામાન્ય માણસથી માંડી  અને ગરીબજનથી માંડી સરકારી અધિકારીઓ બે જીજક ફોન કરી શકે અને પોતાની સમસ્યા અને માર્ગદર્શન મેળવી શકે એ પણ કોઈ પણ સમયે, હાકલ કરો ને હાજર એવા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીનો આજે જન્મ દિવસ છે. જનસેવા સેવા સાથે સમાજસેવાને પ્રાધાન્ય આપતા જીલ્લાના એક માત્ર એવા ધારાસભ્ય છે જેને કોઈ પણ માણસ અડધી રાત્રે પણ મળી શકે છે. આજે તેઓના જન્મ દિવસ નિમિતે જાણીએ તેઓના પરિવાર, બાળપણ, વ્યવસાય અને રાજકીય અને સામાજિક કાર્યોની આછેરી ઝલક

નામ: દિવ્યેશભાઈ અકબરી

પિતા: રણછોડભાઈ ગોપાલભાઈ અકબરી

વતન: ભોજાબેડી, તા. જામજોધપુર જી. જામનગર

મુખ્ય વસાય: બ્રાસ ઉદ્યોગ, ખેતી

જન્મ: ૧૪/૦૧/૧૯૭૮

પરિવાર: માતા-પિતા, બે બહેન, પત્ની અને પુત્ર

શિક્ષણ: સ્નાતક ( બીકોમ)

શિક્ષણ:

પ્રાથમિક: પ્રભુલાલ સંઘરાજ શાહ પ્રાથમિક શાળા, જામનગર

માધ્યમિક: મ્યુનીસીપલ હાઈસ્કુલ, ડીસીસી, જામનગર

ઉચ્તર માધ્યમિક: ન્યુ દિગ્વિજય ઈંગ્લીશ મીડીયમ હાઈસ્કુલ, જામનગર 

કોલેજ: વી એમ મહેતા કોમર્સ કોલેજ, જામનગર

રાજકીય કારકિર્દી

અભ્યાસની સાથે સાથે બાર વર્ષની ઉમરથી જ રાજકારણના પાઠ શરુ કર્યા, સમાજસેવાના નેમ સાથે પડોશ, લતા અને વોર્ડથી રાજકારણની સફર શરુ થઇ એમ દિવ્યેશભાઈએ જણાવી વિસ્તારથી વાત કરી હતી.

વર્ષ ૧૯૯૫માં પ્રથમ વખત મહાનગરપાલિકાના તત્કાલીન વોર્ડના બુથ પ્રમુખની જવાબદારી મળી, જેને નિષ્ઠાપૂર્વક નિભાવી,

વર્ષ ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી  યુવા મોરચાના વોર્ડ પ્રમુખની જવાબદારી

વર્ષ ૨૦૦૦માં વોર્ડની મુખ્ય બોડીના પ્રમુખ તરીકેની જવાબદારી

વર્ષ ૨૦૦૩માં વોર્ડની બોડીમાં મહામંત્રી

વર્ષ ૨૦૦૬માં વોર્ડના પ્રમુખની જવાબદારી

વર્ષ ૨૦૧૦માં શહેર ભાજપ સંગઠનમાં મંત્રીની જવાબદારી

જનાદેશ અને જનતા અને ભાજપ સંગઠનના આશીર્વાદ

વર્ષ ૨૦૧૦માં જામનગર મહાનગરપાલિકાની પ્રથમ વખત જનાદેશના ત્રાજવે તોલાયા, પ્રથમ ચૂંટણીમાં ૩૨૦૦ ઉપરાંત મતથી વિજેતા થયા, કોર્પોરેટર તરીકેની પ્રથમ ટર્મમાં જ વર્ષ ૨૦૧૪-૧૫ સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન બન્યા,

વર્ષ ૨૦૧૩થી પ્રવર્તમાન સમય સુધી વોર્ડ નમ્બર ૧૩ના પ્રભારી તરીકેની જવાબદારી

વર્ષ ૨૦૧૫માં ફરી વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા, આ વખતે ૪૧૦૦ ઉપરાંત મતથી વિજેતા થયા, કોર્પોરેટર તરીકેના જનપ્રતિનિધિત્વ દરમિયાન શાસક પક્ષના નેતા અને દંડક તરીકેની વિશેષ જવાબદારી પણ બખૂબી નિભાવી

વર્ષ ૨૦૨૧માં ત્રીજી વખત ચૂંટણી લડી કોર્પોરેટર બન્યા, આ વખતે ૯૫૦૦ ઉપરાંત મતથી વિજેતા થયા

વર્ષ ૨૦૨૨માં વિધાનસભાની જામનગર દક્ષીણ બેઠક પર ભાજપાએ પસંદગી કરી, પ્રથમ વખત ચૂંટણી લડી દીવ્યેસભાઈએ વિધાનસભામાં લીડનો રેકોર્ડ બનાવ્યો, ૬૨ હજાર ઉપરાંત મતથી વિજેતા બની પ્રથમ વખત ધારાસભ્ય બન્યા

પોતાની આ તમામ જીત પાછળ દિવ્યેશભાઈ ભાજપા સંગઠનને શ્રેય આપે છે. સંગઠનને નાના કાર્યકરથી માંડી તમામ જનતાનો વિશ્વાસ જીતયો એનું જ આ પરિણામ છે એમ ઉમેર્યું હતું.

મેં કોઈ દિવસ કોઈને રાજકીય હરીફ નથી માન્યા, બસ કારવા ગુજરતા ગયા…

બે દાયકાના રાજકારણ દરમિયાન અનેક વખત સારી નરસી બાબતોનો સામનો કર્યો, સામન્ય કાર્યકરમાંથી વોર્ડના રાજકારણથી શરુ થયેલ સફર આજે વિધાનસભા સુધી પહોચી છે. છતાં આજે પણ જે નાગરિક વોર્ડની સમસ્યા લઇને આવે છે તેના નિરાકણમાં જ મારું રાજકારણ સમાયેલ છે. જયારે જયારે જનાદેશના ત્રાજવે તોળાયો છું ત્યારે ત્યારે અગાઉના વોટ સેરના રેકોર્ડ તૂટતા જ રહ્યા છે. કેવાનો મતલબ કે બે દાયકામાં તમામ સાથે મૈત્રીભર્યો વ્યવહાર જ સફળતાનું કારણ હોઈ શકે એમ મને લાગે છે. પરિવાર, સમાજ, વડીલોના આશીર્વાદ, મિત્રોની દોરવણી અને ઉપરવાળાની કૃપા થકી મારી રાજકીય સફરમાં ક્યારેય બ્રેક લાગી જ નથી. મેં કોઈ દિવસ કોઈને રાજકીય હરીફ માન્યા જ નથી. પક્ષ પાસે ક્યારેય કોઈ અપેક્ષા રાખી જ નથી. રાજકારણમાં મારી કોઈ અપેક્ષા જ નથી એટલે આજ દિવસ સુધી કોઈને રાજકીય ફરીફના ત્રાજવે તોળવાનો વખત જ નથી આવ્યો, મારાથી થઇ શકે એવા તમામ જનહિતાર્થના કામ કરવાનો પુરા દિલથી પ્રયાસ કર્યો છે અને કરતો રહીશ, રાજકીય સફળતા પાછળનું કારણ આપતા દિવ્યેશભાઈ કહે છે કે અપેક્ષા વગરના રાજકારણને ગોલ બનાવો, હમેશા ધરાતલ રહી સોસાયટી સાથે તાલમેલ રાખવાનો પ્રયાસ કર્યો છે કદાચ એ જ કારણે આજે હું વિધાનસભા પહોચ્યો છું.

હું ગાંધીનગર સુધી પહોચીસ એવી કલ્પના નહોતી….

અન્ય મેટ્રો શહેરોની સાથે મારું જામનગર ઉભી શકે એવા શહેરની કલ્પના કરી છે. શહેરને ભૌગોલિક સ્થિત મુજબ વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી છે. પ્રવર્તમાન સમયને અનુકુળ શહેર અને શહેરીજનોનો વિકાસ થાય એવું વિજન લઇ અમારી ટીમ સાથે ખંભાથી ખંભો મિલાવી ચાલી રહ્યો છે એમ ધારાસભ્ય દીવ્યેશભાઈ અકબરીએ જણાવી પોતાના સ્વપ્નના જામનગર અંગે વિચારો વ્યક્ત કર્યા હતા. જો કે ગાંધીનગર સુધી પહોચીશ એવી મેં ક્યારેય પક્ષ પ્રત્યે અપેક્ષા રાખી ન હતી. પક્ષે મને અપેક્ષા બહારનું આપ્યું છે. રાજકીય સફળતા પાછળ મારી નિષ્ઠાપૂર્વકની કામગીરીએ પણ મહાતમ ભાગ ભજવ્યો છે એમ મારું માનવું છે.

રાજકારણમાં ઉતાર ચડાવ

આમ તો સ્થાનિક રાજકીય જંગ હોય કે વિધાનસભા- લોકસભાની ચૂંટણી હોય, દર વખતે પાર્ટીને જીતાડવાની જવાબદારી હોય જ છે. વિજય અને વિજેતા બનવું એટલું આશાન નથી હોતું જેટલું ત્રણ અક્ષરથી લખી નાખવું હોય. જો કે વર્ષ ૨૦૦૧થી વર્ષ ૨૦૨૨ દરમિયાનના તમામ ઈલેકશન વખતે પ્રતિકુળ સંજોગો રચાયા જ છે. એ પછી પ્રજા લોકતાંત્રિક પાર્ટી હોય કે જીપીપી હોય, કે પછી પાટીદાર ઉત્કર્ષ સમિતિનું આંદોલન હોય, આ એવી પરિસ્થિતિ હતી જેમાં સામા પૂરે તરવાનું હતું. જો કે આ ઉતર ચડાવના પડાવમાં અમે સંગઠિત બની ઉભરી આવ્યા

ગૌતમભાઈ તાળા મને રાજકારણમાં લઇ આવ્યા

વોર્ડમાંથી શહેરના રાજકારણમાં લઇ આવવામાં પૂર્વ મેયર ગૌતમભાઈ તાળાનો મહત્વનો રોલ છે એમ દિવ્યેશભાઈએ જણાવી ધારાસભ્ય સુધીની સફર દરમિયાન ખડેપગે મદદ કરનાર રાજકીય ગુરુઓની વાત કરી હતી.

શહેર માટે શું કર્યું ? શું કરવું છે ?

શહેરોના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવાનો પ્રયાસ કરી રહ્યો છું એમ જણાવી ધારાસભ્ય અકબરીએ આરોગ્ય, શિક્ષણ, પ્રવાસન, વ્યવસાયિક સહિતના ક્ષેત્રમાં પોતાનું વિજન દર્શાવ્યું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને અનેક લોકોને નવું જીવન આપનાર શહેરની જીજી હોસ્પિટલનું નવીનીકરણ કરવાની જવાબદારી લીધી છે. વર્ષોથી ન્યુરોસર્જનની જે જગ્યા ખાલી રહી હતી તે આપૂર્તિ કર્યો એટલું જ નહી પણ ન્યુરોસર્જન ડીપાર્ટમેન્ટ શરુ કરાવ્યો છે. એમઆરઆઈ મશીનથી માંડી આધુનિક સાધનસામગ્રી પ્રદાન કરાવવામાં સફળતા મળી છે. મેડીકલ અને ડેન્ટલ છાત્રો માટે નવી હોસ્ટેલ અને સૌથી અગત્યનું કામ એવું સમગ્ર હોસ્પીટલનું નવીનીકરણ, આ ઉપરાંત શહેરના બસ સ્ટેશનનું નવીનીકરણ હાથ ધરાયું છે. ૪૦ કરોડની ગ્રાન્ટમાંથી હાપા, ઢીંચડા અને લાલપુર રોડ પર આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયુ છે.   

રાજ્ય સરકારની સત્વરે મળેલ ગ્રાન્ટથી ફાટક વિહોણા શહેરની કલ્પના પૂર્ણતાના આરે છે. ૨૦૦ કરોડના ખર્ચે આધુનિક ડ્રેનેજ સીસ્ટમ, ૨૦૦ કરોડથી વધુ રકમના સહારે ઘર ઘર પાણીનું સપનું સાકાર થયું છે. શહેરના આઉટ ગ્રોથ ( નગરસીમ વિસ્તાર)માટે ૨૦ કરોડના ખર્ચે માળખાગત સુવિધાઓ, છેલ્લા એક વર્ષના  ટૂંકા ગાળામાં રાજ્ય સરકાર તરફથી ૧૦૮ કરોડ ઉપરાંત બબ્બે વખત મળેલ તોતિંગ ગ્રાન્ટમાંથી શહેરની કાયાપલટ થશે જ, આ ઉપરાંત લોકભાગીદારીના ૫૦ કરોડની ગ્રાન્ટથી વિવિધ સુવિધાઓ, જીઆઈડીસી વિસ્તારના પ્રાણ પ્રશ્નો ઉકેલી ૬૦ કરોડની ગ્રાન્ટમાંથી ફેસ એક અને બેમાં વિકાસ કર્યો કરવામાં યોગદાન આપ્યું છે.

શું કરવું છે ભવિષ્યમાં ??

શહેરમાં આવેલ ઐતીહસિક ધાર્મિક સ્થળોને કલસ્ટર કરવા છે. જેથી આપણી ધાર્મિક ધરોહર વધુ મજબુત થાય અને છોટીકાશીનું બિરુદ ખરેખર સાર્થક કરવું છે એમ દિવ્યેશભાઈએ જણાવ્યું હતું. આ ઉપરાંત શહેરના શરુ સેક્સન, સાત રસ્તાથી ટાઉનહોલ, પવન ચક્કીથી લાલપુર બાયપાસ સુધીના ત્રણ રોડને વિકાસ-સ્માર્ટ રોડ બનાવવામાં આવશે. શહેરને એક્ચ્યુલમાં સ્માર્ટ સીટી બનાવવું છે અને અમદાવાદ જેવો જ નજારો ઉભો કરી રીવર ફ્રન્ટ પ્રોજેક્ટને ચરિતાર્થ કરવો છે.

સામાજિક જવાબારીઓ જે બખૂબી નિભાવી

રાજ્યમાં ફેલાયેલ કુપોષણની બદીને નાબુદ કરવાની ભાવના સાથે ધારાસભ્ય બન્યા બાદ દિવ્યેશ અકબરીએ બીડું ઝડપ્યું, ગત વર્ષે પોતાના જન્મ દિવસે બ્લડ ડોનેશન કેમ્પની સાથે સાથે કુપોષણથી સુ-પોષણ અંતરગત બાળકોને દતક લઈ એ જ બાળકોને તંદુરસ્ત બનાવ્યા, એ જ  પરંપરાને આગળ ધપાવી છે. આજે જન્મદિવસે દિવ્યેશભાઈ કુપોષણને નાથવા અન્ય બાળકો દતક લીધા છે. અને આ બાળકોની તંદુરસ્તીની જવાબદારી લીધી છે. આ ઉપરાંત સ્તન કેન્સર અંગે જાગૃતિ લાવવા ૨૧૦૦ બહેનોને મેમોગ્રાફી અભિયાન પણ હાથ ધર્યું છે. સાથે સાથે સનાતન ધર્મના રક્ષણ માટે  જે કાર સેવકોએ જીવ સટોસટની બાજી લગાવનાર શહેરના કાર સેવકોનું સન્માન પણ કર્યું છે.

સફળતાનું કારણ

રાજકીય કારકિર્દીમાં સતત સફળતા પાછળનું કારણ આપતા દિવ્યેશભાઈ કહે છે કે નાતજાત, ઉચ્ચનીચના ભેદભાવ વગર લોકોની કરેલી સેવાના કારણે જ હું આજે જે કઈ છું તે છું; પરિવાર, પાર્ટી, સંગઠન, કાર્યકરો અને જનતાને સાથે રાખી આજે પણ સતત જનસંપર્ક કરૂ છું લોકોના કામને પુરતા પ્રયાસથી પાર પાડવાનો પ્રયાસ કરું છું. બસ, એજ રાજકીય સફળતા પાછળનું કારણ હોય શકે.  

છેલ્લે નિર્દોષ ટોક….

મેં ક્યારેય હોદા-પદની અપેક્ષા રાખી જ નથી એમ જણાવી દિવ્યેશભાઈ અકબરી કહે છે કે પાર્ટીએ ગજા બહારનું આપ્યું છે. હું ધારાસભ્ય ન હોવ ત્યારે પણ પ્રજા જે રીતે આજે બોલાવે છે એ જ રીતે તે દિવસોમાં પણ બોલાવે એ મારા માટે ગર્વની વાત હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here