ભાણવડ: જસાપરના સખ્સે ભાગીદારીની લાલચ આપી મહિલા પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા, પછી

0
766

જામનગર અપડેટ્સ: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના જસાપર ગામે રહેતા એક સખ્સે આંગણવાડી હેલ્પર મહિલાને વિશ્વાસમાં લઇ ભાગીદારીમાં જમીન લઇ ખાણ કરવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી, ધંધો શરુ નહિ કરી અને રૂપિયા પણ પરત કાર્ય નહી, ઓર તો ઓર રૂપિયાની ઉઘરાણી કરવા ઘરે ગયેલ મહિલાને આ સખ્સના ઘરની મહિલાઓ પણ ધમકી આપી હાંકી કાઢી હતી. મરણમુડી ચાલી જતા નાશીપાસ થયેલ ‘મહિલાએ અંતે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. ભાણવડ પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાણવડ તાલુકાના નવાગામ નવાગામ ખાતે રહેતી મુમતાજબેન સુલેમાનભાઈ ઘુઘા નામની મહિલાએ જસાપર ગામના છુછર સાગર ચનાભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી પોતાની શાળા ચલાવતો હતો ત્યારે પોતાના પુત્રના એડમીશન સમયે મહિલાને સાગર સાથે સાથે પરિચય થયો હતો. શાળાની સાથે જમીન મકાનનું કરતા સખ્શે પરિચયનો લાભ લઇ મહિલાને જમીન ખરીદી આપવાની લાલચ આપી હતી.  જો કે બેક જગ્યાએ જમીન જોયા બાદ સોદો થયો ન હતો. દરમિયાન આરોપીએ સાગરે મહિલાને જામજોધપુરના પરડવા ગામે જમીન લઇ ખાણ કરી ધંધામાં ભાગીદારી કરવાની લાલચ આપી હતી. જેથી મહિલાએ પોતાના ઘરેણા બેંકમાં ગીરવે મૂકી અમુક રકમ આરોપીને આપી હતી. ત્યારબાદ આરોપીએ આ ધંધાર્થે રૂપિયાની જરૂર છે કહી સમયાન્તરે લાખો રૂપિયા પડાવી લીધા હતા.

જોકે ખાણ શરુ નહિ થતા અને મહિલાને શંકા જતા ભાગીદારી નહી કરવી અને રૂપિયા પરત કરવાનું કહ્યું હતું. જેથી આરોપીએ મહિલાને ચાર ચેક આપ્યા હતા. જે તમામ ચેક રીટર્ન થતા મહિલા આરોપીના ઘરે જઈ પોતાના કુલ  રૂપિયા ૧૨,૯૧,૪૧૨ની ઉઘરાણી કરી હતી. જેના જવાબમાં આરોપીના પરિવારની મહિલાઓએ મહિલાને ઘરેથી હાંકી કાઢી ધાક ધમકીઓ આપી હતી. આ બનાવને લઈને મહિલાને લાગી આવતા તેણીએ દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here