ખગોળીય ઘટના: આજે દિવસ અને રાત બન્ને સરખા

0
335

જામનગર તા ૨૦, બ્રહ્માંડમાં આજે વધુ એક ખગોળીય ઘટના સર્જાઈ રહી છે, અને આજે ૨૦ મી માર્ચ એટલે કે પૃથ્વી પર સમગ્ર વર્ષ નો મિડલ દિવસ છે. આજે દિવસ અને રાત બન્ને એક સરખા જ થાય છે. જેમાં અડધો દિવસ સૂર્યપ્રકાશ રહે છે, જ્યારે અડધો દિવસ ચંદ્રની રોશની રહે છે. આ દિવસ પછી પ્રતિદિન દિવસ લાંબો અને રાત ટુંકી થતી જાય છે.


આ દિવસ થી સૂર્ય વિષુવવૃતને છેદવાનું શરુ કરે છે. પૃથ્વી સૂર્ય ની આસપાસ સીધી નહીં પણ ૨૩.૫ અંશ નમેલી રહીને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતી હોવાથી આપણો દેશ અને અન્ય રાષ્ટ્રો ઉત્તર ગોળાધઁ માં આવેલા છે, અને તેથી સૂર્ય ના કિરણો ત્યાં સીધા પડવાથી હવે પછીના દિવસોથી ગરમીમાં પણ વધારો થશે. આજે ૨૦ માર્ચ ના રોજ મહા સમ પૃકાશીય દિવસ હોય પૃથ્વીના બન્ને ગોંળાઘઁમાં સૂર્ય પ્રકાશ સમાન પડશે, અને દિવસ તેમજ રાત સરખા હશે. આ દિવસે સૂર્ય પૂર્વ ક્ષિતિજ ઉપર ઉગે છે. તેને વસંત ના અંત ની મોસમ કહેવાય છે. ૨૧ મી માર્ચ થી સૌર ચૈત્ર નો આરંભ થતો હોય પયાઁવરણ પૂરક એવા વૈશ્વિક દિન તરીકે ઉજવવા માં આવે છે.

સંકલન: કિરીટ શાહ, સંયોજક, ખગોળ મંડળ, જામનગર

           

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here