અનહોની : બેરાજા ગામે અંધારામાં કુવામાં પડી જતા માતા-પુત્રીના મોત

0
686

જામનગર : જોડિયા તાલુકાના બેરાજા ગામે વાડી વિસ્તારમાં ખેત મજુરી કરતા શ્રમિક પરિવારની મહિલા વહેલી સવારે પોતાની માસુમ પુર્ત્રી સાથે કપાસ વીણવા ગયા બાદ અકસ્માતે કુવામાં પડી જતા બંનેના મૃત્યુ નીપજ્યા છે.

જામનગર જીલ્લાના બેરાજા ગામે સીમ વિસ્તાર છગનભાઇ અરજણભાઇ ચીકાણીની વાડીમા ખેત મજુરી કરતા નાનકાભાઇ ઇડાભાઇ ભુરીયા મુળ રહે- જોજગા ગામ ચોકીદાર ફળીયુ ચીચલાણા તા-આંબવા જી- અલીરાજ્પુર એમ.પી.  વાળાની પત્ની જમનાબેન ગઈ કાલે વેલી સવારે પોતાની સાત માસની માસુમ પુત્રી લક્ષ્મી સાતે કપાસ વીણવા ખેતરમાં ગઈ હતી. વહેલી સવાર હોવાથી અંધારામાં નજરે નહી પડતા જમનાબેન માસુમ પુત્રી સાથે વાડીના કુવામાં પડી ગયા હતા અને બંનેના ડૂબી જતા મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવના પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જોડિયા પોલીસે સ્થળ પર પહોચી ગ્રામજનોની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સવાર ના સાડા છયેક વાગ્યે વાડીમાં ગયેલ માતા પુત્રી અંધારાના લીધે અક્સ્માતે કુવામા પડી જવાથી પાણીમા ડુબી જવાથી મ્રત્યુ પામ્યા હોવાનું નાનકાભાઈએ પોલીસમાં જાહેર કર્યું હતું પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here