જામનગર : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ફરજ પર રહેલ ટ્રાફિક બ્રિગેડની ફરજમાં રુકાવટ કરી એક પરપ્રાંતીય સખ્સે પોતાની પાસે રહેલ ટીફીન જવાનના ખભા અને માથામાં મારી ઈજા પહોચાડી હતી. પોલીસે આરોપીની અટક કરી તેની સામે ફરજમાં રુકાવટ અને મારામારી સબંધિત ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં કાના માલધારી હોટલ સામે જાહેર રોડ ગઈ કાલે ફરજ પર રહેલ ટ્રાફિક બ્રિગેડ જવાન સાથે પરપ્રાંતીય સખ્સે ફરજ રુકાવટ કરી હતી. જયવીનભાઇ મુકેશભાઇ ઓઝા રહે-દેવભાઇ નો ચોક સીદીપીરવાળી શેરી બાપુના ડેલા સામે સુભાષ માર્કેટ રોડ વાળો જવાન ગઈ કાલે ઉપરોક્ત સ્થળે ફરજ પર હતો ત્યારે ક્રિષ્ના રામસુદર રાજપુત રહે-ડોકલાઇ ગામ તા-વીધાપુર રાજ્ય-ઉતર પ્રદેશ હાલ રહે- મહાકાળી સર્ક્લ ભક્તીનગર જામનગર વાળો ત્યાં આવી પહોચ્યો હતો અને તુ કેમ કોઇને રોકતો નથી તેમ કહી જયવિનભાઈની કાયદેસરની ફરજમા રુકાવટ ઉભી કરી હતી. ત્યારબાદ આરોપીએ જવાન પર પોતાની પાસે રહેલ ટીફીન વડે હુમલો કરી, જમણા ખભામા તથા માથાના આગળના ભાગે ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે સારવાર લીધા બાદ જવાને આરોપી સામે સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.