જામનગર : જામનગરની ભાગોળે આવેલ સ્વામીનારાયણ હોસ્પિટલમાં કોરોનાની સારવારના નામે રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને ગોલમાલ સામે આવી છે. એસડીએમ ટીમની ચેકિંગ કાર્યવાહી દરમિયાન અહીથી ૨૨ રેમડેસીવીર ઇન્જેક્શન મળી આવ્યા છે. બીજી તરફ હોસ્પિટલના રજીસ્ટરમાં એક પણ ઇન્જેક્શન ઉપલબ્ધ નહી હોવાનું દર્સાવાયું છે. હોસ્પિટલ પ્રસાસને જ સરકાર પાસેથી આ ઇન્જેકશનો મંગાવી દર્દીઓને આપ્યા નથી ? કે ખાનગી હોસ્પિટલ ઇન્જેક્શનની કાળાબજારી કરે છે ? આ બાબતનો તાગ મળ્યો નથી. હોસ્પિટલ દ્વારા સતત ત્રીજા દિવસે મૃત દર્દીના નામે ઇન્જેક્શન માંગવામાં આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. ત્યારે આગામી સમયમાં હોસ્પિટલ પ્રસાસન સામે ફરિયાદ કરવાની તજવીજ શરુ કરવામાં આવી છે.

જામનગરમાં ખંભાલીયા રોડ પર આવેલ સ્વામીનારાયણ હોસ્પિટલમાં વધુ એક ગેર રીતી સામે આવી છે. જે ઇન્જેક્શન માટે કોરોના દર્દીઓના સગા વ્હાલા દરદર ભટકતા જોવા મળે છે. ત્યારે આ હોસ્પિટલ દ્વવારા સતત ત્રીજા દિવસે મૃત દર્દીના નામે ઇન્જેક્શન માંગવામાં આવતા એસડીએમ ડાંગર અને ડીવાયએસપી કૃણાલ દેસાઈની ટીમેં હોસ્પિટલ પહોચી સ્ટોક રજીસ્ટર અને હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું. જેમાં હોસ્પિટલ અંદરથી ૨૨ રેમડેસીવીર ઇન્જેક્શન મળી આવ્યા હતા. જો કે હોસ્પિટલ રજીસ્ટરમાં એક પણ દર્દીના નામે ઇન્જેક્શન ન બોલતું હોવાનું સામે આવ્યું હતું. તો આ ઇન્જેક્શન કોના માટે ? જેનો જવાબ હોસ્પિટલ પ્રસાસન આપી શક્યું ન હતું. આમ હોસ્પિટલ પ્રસાસનની સીધી બેદરકારી સામે આવી છે. બીજી તરફ જોવા જઈએ તો રાજ્કીય વગ ધરાવતી હોસ્પિટલ સામે મહાનગર પાલિકાનું એમઓયુ છે ત્યારે મહાપાલિકા કેવા પગલા ભરે છે એ પણ ‘નિયત’ પર આધાર રાખે છે. સામાન્ય રીતે તંત્રએ ખાનગી હોસ્પિટલમાટે ચોક્કસ ગાઈડ લાઈન તૈયાર કરી છે. જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આ ઇન્જેકશનની જરૂર પડે ત્યારે પ્રથમ ફોર્મ ભરી જે તે જથ્થાની માંગણી કરવામાં આવે છે. આ માટે જીલ્લા વહીવટી અધિકારી તરીકે પ્રાંત અધિકારી આસ્થા ડાંગરને જવાબદારી સોંપવામાં આવી છે. અરજી મુજબ ઇન્જેક્શન હોસ્પિટલ ને પહોચાડે છે. સ્વામી નારાયણ હોસ્પિટલ પ્રસાસને પણ દર્દીઓના નામે આ ઇન્જેક્શન મંગાવી સ્ટોકમાં રાખ્યા હોવાનું સામે આવ્યું છે. ચોકાવનારી બાબત એ છે કે ત્રણ દિવસ પૂર્વે જે દર્દીનું મૃત્યુ થયું છે તે દર્દીના નામ સતત ત્રણ દિવસ સુધી ઇન્જેક્શન માંગવામ આવ્યું છે. જેને લઈને તંત્રએ ફોજદારી રાહે પગલા ભરવા કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સપ્તાહ પૂર્વે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં પણ આવું જ પ્રકરણ સામે આવ્યું હતું. પંરતુ જે તે ડોક્ટરને વોર્નિંગ આપી કામ ચલાવી લેવામાં આવ્યું હતું. આ કિસ્સામાં ફરિયાદ થાય છે કે પછી ભલામણ કામ કરી જાય છે તે જોવાનું રહ્યું .





