દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા SOG પોલીસ બેડામાં ભૂકંપ! IGના સપાટાથી ફફડાટ

0
225

પ્રાઈમ ઇન્ફૉ:

• કડક કાર્યવાહી: રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટી કાર્યવાહી

• કારણ: ખંભાળિયામાં તોડકાંડ-પ્રકરણની અરજી અને દારૂ પાર્ટીનો વીડિયો બાદ એક્શન લેવાયો

• 4 પોલીસકર્મી સસ્પેન્ડ: SOG માં ફરજ બજાવતા કિશોરસિંહ જગુભા જાડેજા, રાજભા જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા અને કરણભાઈ સોઢા ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા

• બદલી: ચારેયને સસ્પેન્ડ કરી સુરેન્દ્રનગર ખાતે બદલી કરાયા હોવાની માહિતી

• PI ની પણ બદલી: SOG PI રાણા ની જગ્યાએ PI ગુર્જરને ચાર્જ સોંપાયો હોવાનું જાણવા મળ્યું

જામનગર અપડેટ્સ: ખંભાળિયાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ રેન્જના કડક છબી ધરાવતા IG નિર્લિપ્ત રાયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્જિકલ સ્ટ્રાઈક કરી છે અને એક સાથે 4 પોલીસકર્મીઓને ઘર ભેગા કરી દીધા છે.

શું છે સમગ્ર મામલો? – તોડકાંડની અરજી અને વીડિયો બન્યો કાળ

થોડા વર્ષો પહેલા ખંભાળિયા SOG ના કેટલાક કર્મચારીઓનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં દારૂની મહેફિલ જોવા મળતી હતી ત્યારબાદ આ વિડિઓ અને અન્ય એક કથિત રીતે તોડકાંડની આઈજી સમક્ષ અરજી થઈ હોવાનું સૂત્રો માંથી જાણવા મળ્યું છે વીડિયો અને અરજી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા જ પોલીસ તંત્રની આબરૂ પર સવાલો ઉઠ્યા હતા. જનતાના રક્ષક જ ભક્ષક બને તો કેવી રીતે ચાલે? તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

IG નું ઝીરો ટોલરન્સ – એક ઝાટકે 4 ને લપેટમાં લીધા

લોક લાગણી અને વિભાગની શાખને ધ્યાને રાખીને રાજકોટ રેન્જ IG એ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં બેદરકારી અને શિસ્તભંગ સામે આવતા કડકમાં કડક કાર્યવાહી કરાઈ છે.

SOG જેવી સંવેદનશીલ બ્રાન્ચમાં ફરજ બજાવતા આ ચાર કર્મચારીઓ –

  1. કિશોરસિંહ જગુભા જાડેજા
  2. રાજભા જાડેજા
  3. પૃથ્વીરાજસિંહ વાઘેલા
  4. કરણભાઈ સોઢા

આ ચારેયને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી સજાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરી દેવામાં આવ્યા છે. આને ડિપાર્ટમેન્ટમાં ‘પનિશમેન્ટ પોસ્ટિંગ’ તરીકે જોવામાં આવી રહ્યું છે.

PI નો પણ વારો – ખંભાળિયા SOG ના PI બદલાયા

માત્ર કોન્સ્ટેબલો જ નહીં, પણ તેમના ઉપરી અધિકારીની પણ જવાબદારી નક્કી કરવામાં આવી છે. ખંભાળિયા SOG PI રાણાને તેમની જગ્યાએથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ કડક છબી ધરાવતા PI ગુર્જરને નવો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

વીડિયોમાં છેડછાડ ? અમુક પોલીસ કર્મીઓને કાપી નખાયા ?

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારીની થોડા વર્ષ પૂર્વે થયેલ બદલી બાદની પાર્ટીના વિડીયોના આધારે કાર્યવાહી થઈ હોવાનું આધારભૂત પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. કોઈએ ચોરી છુપીથી પાર્ટીનો ઉતારેલ વિડીયોના આધારે જો કાર્યવાહી થઈ હોય તો જે તે સમયના વિડીયો સાથે છેડછાડ થઈ હોય શકે કેમકે જે તે સમયના વિડીઓમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીઓ ઉપરાંત અમુક પોલીસકર્મીઓના ચહેરા હતા. શુ આઈજી સુધી પહોંચેલ વિડિઓ સાથે છેડછાડ થઈ છે ? સસ્પેન્ડ થયેલ પોલીસકર્મીઓને જ ટાર્ગેટ બનાવાયા છે ? આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે,

પોલીસ બેડામાં ફફડાટ

આ કાર્યવાહી બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસમાં ભારે ફફડાટ ફેલાયો છે. IG ના આ પગલાથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે, વર્દીમાં રહીને ગેરશિસ્ત કે ગેરવર્તણૂક કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here