જામનગર જિલ્લાના ૨૫ ડેમોમાં સરેરાસ ૨૪ ટકા જ પાણી, વિકટ સ્થિતિનું નિર્માણ

0
349

જામનગર અપડેટ્સ: જામનગર: જામનગર જિલ્લા સિંચાઈ વર્તુળ દ્વારા ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, જિલ્લાના કુલ ૨૫ મહત્વના ડેમ અને જળાશયોમાં હાલ સરેરાશ ૨૪.૧૦ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના તમામ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૧૧,૯૬૩.૯૦ Mcft સામે હાલ ૨,૮૮૩.૩૬ Mcft પાણીનો સંગ્રહ નોંધાયો છે. હાલ કોઈ પણ ડેમમાં નવી આવક (Inflow) કે જાવક (Outflow) નોંધાઈ નથી.

જિલ્લાના મુખ્ય ડેમોની સ્થિતિ

 ઉમિયાસાગર ડેમ: જિલ્લામાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ ૪૦.૪૯% પાણીનો સંગ્રહ ધરાવે છે. કુલ ૫૪.૭૩ Mcft ક્ષમતા સામે ૨૨.૧૬ Mcft જળજથ્થો ઉપલબ્ધ છે (હાલની સપાટી: ૬૮.૮૪ મીટર / FRL: ૭૧.૦૫ મીટર).

 ઊંડ-૪ ડેમ: ૩૫.૩૭% ભરાયો છે. ૬૮.૮૬ Mcft ક્ષમતા સામે ૨૪.૩૫ Mcft પાણી ઉપલબ્ધ છે (હાલની સપાટી: ૧૨૪.૬૦ મીટર / FRL: ૧૨૬.૬૦ મીટર).

 બાલાંભડી ડેમ: ૩૨.૫૧% જળસ્તર સાથે ૩૪૬.૦૦ Mcft ક્ષમતા સામે ૧૧૨.૫૦ Mcft પાણી નોંધાયું છે.

 પન્ના ડેમ: ૩૦.૩૮% ભરાયેલો છે અને કેનાલમાં ૧૫ ક્યુસેક પાણી વહી રહ્યું છે.

 રણજીત સાગર ડેમ (JMC): જામનગર મહાનગરપાલિકા હસ્તકના રણજીત સાગર ડેમમાં ૨૭.૩૩% પાણીનો જથ્થો છે. ૯૮૭.૦૦ Mcft ક્ષમતા સામે ૨૬૯.૭૦ Mcft પાણી સંગ્રહાયેલું છે (હાલની સપાટી: ૩૪.૭૬ મીટર / FRL: ૩૮.૭૨ મીટર).

 સસોઈ ડેમ: ૧,૩૪૦.૮૮ Mcftની વિશાળ ક્ષમતા સામે માત્ર ૭.૨૧% (૯૬.૬૯ Mcft) જળસંગ્રહ છે.

 ઊંડ-૧ ડેમ: ૨,૪૩૮.૩૨ Mcftની સૌથી મોટી ક્ષમતા સામે હાલ ૫.૯૦% (૧૪૩.૭૮ Mcft) જળજથ્થો ઉપલબ્ધ છે.

 આજી-૪ ડેમ: ૧૨.૩૦% ભરાયો છે (૧૭૨.૯૭ Mcft), જ્યારે કેનાલમાં ૩૦ ક્યુસેક પાણી ચાલુ છે.

 વાગડિયા ડેમ: ૧૮.૫૫% પાણી છે, જેમાં સૌની યોજના (SAUNI) હેઠળ ૫૮.૯૨ ક્યુસેક પાણીની આવક કાર્યરત છે.

તળિયાઝાટક ડેમોની સ્થિતિ

જિલ્લાના ૩ ડેમ એવા છે કે જેમાં પાણીનો સંગ્રહ ૦.૦૦% નોંધાયો છે:

 ફુલઝર-૨: ૦.૦૦% (કુલ ક્ષમતા ૧૦૯.૪૪ Mcft)

 રૂપાવટી: ૦.૦૦% (કુલ ક્ષમતા ૯૭.૩૬ Mcft)

 વોડીસંગ: ૦.૦૦% (કુલ ક્ષમતા ૨૭૭.૧૧ Mcft)

આ ઉપરાંત ઊંડ-૨ (૦.૦૪%), કંકાવટી (૦.૩૮%), વિજરખી (૦.૮૬%) અને વાનાળા (૧.૫૦%) ડેમમાં પણ નહીંવત પાણી બચ્યું છે.

જામનગર જિલ્લાના તમામ ૨૫ ડેમનું સત્તાવાર વિશ્લેષણ પત્રક

ક્રમડેમનું નામકુલ ક્ષમતા(Mcft)હાલનો જથ્થો(Mcft)પાણીની ટકાવારી(% Fill)હાલનીસપાટી(મીટર)સંપૂર્ણ સપાટી(FRL મીટર)મોસમનો કુલવરસાદ (મિમી)
૧સસોઈ૧૩૪૦.૮૮૯૬.૬૯૭.૨૧%૨૪.૨૨૨૮.૯૫૧૧૫
૨પન્ના૨૭૬.૬૬૮૪.૦૬૩૦.૩૮%૨૨.૨૫૨૪.૩૮૯૦
૩ફુલઝર–૨૧૦૯.૪૪૦.૦૦૦.૦૦%૪૩.૦૦૫૨.૧૨૯૦
૪રૂપાવટી૯૭.૩૬૦.૦૦૦.૦૦%૬૮.૯૯૭૭.૩૦૧૦૫
૫રંગમતી૯૩.૫૫૩.૨૩૩.૪૫%૪૨.૯૦૪૩.૨૦૧૬૫
૬વિજરખી૩૪૨.૭૨૨.૯૬૦.૮૬%૨૩.૪૨૩૦.૪૮૧૫૫
૭સપડા૧૯૬.૨૬૨૬.૧૩૧૩.૩૧%૨૮.૪૬૩૨.૭૭૧૭૫
૮વોડીસંગ૨૭૭.૧૧૦.૦૦૦.૦૦%૬૬.૧૮૭૬.૫૦૧૧૫
૯ફોફળ–૨૨૧૬.૩૦૧૭.૧૬૭.૯૩%૧૨૫.૫૯૧૨૯.૩૪૧૯૮
૧૦ઊંડ–૩૯૬૭.૬૩૧૬૫.૫૬૧૬.૦૨%૧૦૫.૪૧૧૧૦.૬૦૧૬૦
૧૧ફુલઝર–૧૪૦૧.૦૨૫૯.૩૯૧૪.૮૧%૨૦.૯૬૨૪.૬૯૧૨૦
૧૨કંકાવટી૨૪૦.૭૧૦.૯૨૦.૩૮%૨૩.૭૦૩૦.૫૦૧૭૦
૧૩ઊંડ–૧૨૪૩૮.૩૨૧૪૩.૭૮૫.૯૦%૯૦.૫૦૯૮.૦૦૧૬૦
૧૪ડાઈમીણસાર૩૯૨.૨૨૫૩.૧૩૧૩.૫૫%૭૦.૬૪૭૫.૪૦૬૦
૧૫આજી–૪૧૪૦૬.૭૩૧૭૨.૯૭૧૨.૩૦%૧૫.૯૮૨૦.૪૦૧૯૦
૧૬ઊંડ–૨૧૩૧૦.૮૯૦.૪૮૦.૦૪%૧૦.૦૮૧૮.૨૫૧૩૦
૧૭રૂપારેલ૧૫૦.૮૦૨૫.૦૦૧૬.૫૮%૪૫.૪૦૪૮.૨૦૨૦૫
૧૮વાગડિયા૮૦.૩૧૧૪.૯૦૧૮.૫૫%૫૮.૫૦૬૨.૦૫૧૧૦
૧૯સસોઈ–૨૮૫.૮૨૪.૮૪૫.૬૪%૯૫.૫૫૧૦૪.૪૦૪૦
૨૦ફુલઝર(KB)૬૩૬.૬૫૧૪૩.૩૦૨૨.૫૧%૯૧.૦૭૯૫.૮૫૨૩૦
૨૧ઉમિયાસાગર૫૪.૭૩૨૨.૧૬૪૦.૪૯%૬૮.૮૪૭૧.૦૫૧૯૦
૨૨ઊંડ–૪૬૮.૮૬૨૪.૩૫૩૫.૩૭%૧૨૪.૬૦૧૨૬.૬૦૨૮૧
૨૩વાનાળા(વેણુ–૧)૨૪૮.૦૦૩.૭૧૧.૫૦%૨૯.૨૬૩૬.૫૮૧૧૦
૨૪બાલાંભડી૩૪૬.૦૦૧૧૨.૫૦૩૨.૫૧%૨૮.૫૨૩૧.૨૪૨૪૦
૨૫રણજીતસાગર૯૮૭.૦૦૨૬૯.૭૦૨૭.૩૩%૩૪.૭૬૩૮.૭૨૧૬૫
કુલ૨૫ ડેમ૧૧,૯૬૩.૯૦૨,૮૮૩.૩૬૨૪.૧૦%———

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here