જામનગર: જીજી હોસ્પિટલના કાયમી-કોન્ટ્રાક્ટ પેઢીના કમર્ચારીઓ વચ્ચેનો ગજગ્રાહ પોલીસમાં પહોચ્યો

0
700
G.G.Hospital
G.G.Hospital

જામનગર અપડેટ્સ: જામનગરની સરકારી જીજી હોસ્પીટલમાં કાયમી અને કોન્ટ્રાક્ટ બેઇજ કર્મચારીઓ વછે ચાલતા આંતરિક ઝઘડાઓ વારે વારે બહાર આવતા રહ્યા છે. જેમાં એમજે સોલંકી કોન્ટ્રાક્ટ પેઢીના સફાઈ કામદારો દ્વારા હોસ્પીટલના કાયમી કામદારો અને અન્ય સ્ટાફ સામે દાદાગીરી પૂર્ણ વ્યવહાર કરતા હોવાની ફરિયાદો વચ્ચે એક કાયમી મહિલા કર્મચારીએ કોન્ટ્રાક્ટ પેઢીના સફાઈ કામદાર મહિલાઓના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ જ મહિલાએ ત્રાસ આપનાર બંને મહિલા કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. એમજે સોલંકી સાથે જોડાયેલ બંને કર્મીઓને ઓફિસમાં ગેરશિસ્ત બદલ નોકરીમાંથી રૂખસત પણ આપી દેવામાં આવી છે.

જામનગરની જીજી હોસ્પિટલમાં સફાઈ કામદારો અને સિક્યુરીટીને લઈને અવાર નવાર વિવાદમાં આવતી રહી છે. ત્યારે વધુ એક વિવાદ પોલીસ દફતર સુધી પહોચ્યો છે. હોસ્પિટલમાં કાયમી અને કોન્ટ્રાક્ટ કર્મીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણ થતું આવ્યું છે. તાજેતરમાં એમજે સોલંકી કોન્ટ્રાક્ટ પેઢીના બે મહિલા કર્મીઓએ કાયમી મહિલા કર્મચારી સાથે કરેલ વ્યવાહર અંગેની ફરિયાદ સીટી બી ડીવીજન પોલીસમાં દાખલ થઇ છે. જેની વિગત મુજબ ગાયનેક વિભાગમાં કાયમી સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા ફરીદાબેન ખીરા સાથે સુનંદાબેન બાંગલે તથા જયાબેન હરીશભાઇ રાઠોડ અલગ અલગ કોન્ટ્રાક્ટમા જી.જી. હોસ્પિટલ મા ગાયનેક વિભાગમા સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. વર્ષો પૂર્વે  ફરીદાબેન પણ જી.જી.હોસ્પિટલમા  અવેજી સફાઇ કામદાર તરીકે નોકરી કરતા હોય ત્યારબાદ ફરીયાદી સહીત કુલ ૫૪ અવેજી સફાઇ કર્મચારી ઓએ હાઇકોર્ટમા કેસ કર્યો હતો અને હાઇકોર્ટના હુકમ મુજબ આજથી આશરે સાડા પાંચેક વર્ષ પહેલા ફરીદાબેન  સહીત કુલ-૫૪ સફાઇ કર્મચારીઓને કાયમી કર્મચારી તરીકે નિમણુક આપવામા આવી હતી.

આ નિમણુક બંને આરોપી મહિલાઓને ગમી ન હતી. બન્ને આરોપી બહેનો એક જ વિભાગમા નોકરી કરતા હોય બન્ને આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા જ્યારે પણ ફરીદાબહેનને મળે ત્યારે તેની સાથે અવાર નવાર ગેરવર્તન કરી જાતિ પ્રત્યે શોભે નહી તેવા શબ્દો બોલતા હતા. ફરીદાબેન પોતાની ફરજ પર જતા હોય ત્યારે બંન્ને આરોપીઓએ ફરીયાદી બહેનને રોકી ગેરકાયદેસર અવરોધ કરી લાજ લેવાના ઇરાદે સમાજમા આબરૂ જળવાઇ ના રહે અને બદનામી થાય તે રીતે તેણીની આબરૂને હાની પહોચાડવાના ઇરાદાથી  ‘તું બધા જમાદારોની બાયડી છો”  તેમ કહી તેણીના હતા.

આવું નહી બોલવા તેણીએ ઠપકો આપતા બન્ને આરોપી બહેનો એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીદાબેનનો હાથ પકડી તેની સાથે જપાજપી કરી ‘હું તારી જ્ઞાતિ પ્રત્યે બોલીશ તો તારાથી કાંઇ નહી થાય પરંતુ જો અમારી સાથે બોલાચાલી કરીશ તો હવે તને તથા તારા જમાદારોને એટ્રોસીટી ના ખોટા કેસમા ફીટ કરી દઇશ’  તેમ ગુન્હાહિત ધમકી આપી તેમજ  જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પેલી મેં ના રોજ ઘટેલ આ ઘટનાની ફરીદાબેને ફરિયાદ નોંધાઈ છે. જો કે ગેર શિષ્ત બદલ બંને મહિલા કર્મીઓને નોકરી પરથી રૂખસત આપી દેવામાં આવી હોવાની પણ વિગતો સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here