જામનગર: મૈત્રી કરાર કરી સાથે રહેતા મિત્રએ યુવતીને મસ્તી મસ્તીમાં…

0
1089

જામનગર અપડેટ્સ: જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલ નંદનવન સોસાયટીમાં પુરુષ મિત્ર સાથે રહેતી પરિણીતાએ મૈત્રી કરાર કરેલ મિત્ર સાથે મસ્તી કરતા, મસ્તી મસ્તીમાં બંને વચ્ચે બોલાચાલી થવા પામી, ઉસ્કેરાયેલ પુરુષ મિત્રએ તેણીને ખુરસીનો ઘા કરી ઈજાઓ પહોચાડી નાશી ગયો હતો. આ બનાવ બાદ તેણીએ જીજી હોસ્પીટલમાં સારવાર લઇ પુરુષ મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મહિલાનો પોતાનો પતિ હાલ જેલમાં હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં બે વિજાતીય વ્યક્તો વ્યક્તિઓ વચ્ચેના મૈત્રી સબંધો મસ્તી મસ્તીમાં વણસી ગયાનો બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ, શહેરના રણજીત સાગર રૉડ પર નંદનવન પાર્ક શેરી નં-૦૭ નંદેશ્વર મહાદેવ મંદીરની સામે રહેતા રીધ્ધીબેન રામદેવસિંહ સોઢા તેના પુરુષ મિત્ર પારસગીરી રમેશગીરી ગોસ્વામી રહે- નગર નાકુ બરસા પાડા ખંભાળીયા તા.ખંભાળીયા જી. દેવભુમી દ્વારકા વાળા સાથે હતા ત્યારે બંને વચ્ચે એકબીજા સામસામે મશ્કરી કરી હતી, જો કે આ મશ્કરી તેણીના પુરુષ મિત્રને  પસંદ નહી આવતા તેઓ એકદમ ઉશ્કેરાઇ જઈ તેણીને જેમ ફાવે તેમ ભુડા બોલી ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ તેણીની સાથે ઝગડો કરવા લાગ્યા હતા અને  ભુંડી ગાળો આપી તેણીના ડાબા હાથમા ખુરશી મારી તથા શરીરે ઢીકા પાટ્ટુનો માર મારી ધમકી આપી હતી.

‘આજ તો તને જાનથી મારી નાખવી છે તેમ કહી આરોપી ઘરેથી નાશી ગયો હતો. ત્યારબાદ આ બનાવ અંગે તેણીને તેના ભાઈ અને ભાણેજને જાણ કરતા તેઓ આવી ગયા હતા અને તેણીને જીજી હોસ્પિટલમાં સારવાર અપાવી હતી. સારવાર લીધા બાદ રિદ્ધિબેને તેના આરોપી મિત્ર પારસ સામે સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલ વિગતો મુજબ મહિલા રિદ્ધિબેનના પતિ રામદેવસિંહ સોઢા કોઈ કારણસર જેલમાં છે. દરમિયાન તેણીની તેના અઢી વર્ષના પુત્ર સાથે પુરુષ મિત્ર પારસ સાથે મૈત્રી કરાર કરી રહેતી હતી. સાથે સાથે રહેતા બંને પાત્રો વચ્ચે મસ્તી મસ્તીમાં ઝઘડો થયો હોવાનું સામે આવ્યું  છે. પોલીસે ફરિયાદના આધારે નાશી ગયેલ પારસના સગળ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here