જામનગરમાં ગાંધીનગર મોમાઈ નગર વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નમ્બર ૫૦માં ઘુસેલા ચોર લેપટોપ સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. શાળાના આચાર્યની ઓફીસમાં લાકડાના કબાટમાં રાખેલ આ ઉપકરણો રજાના દિવસે ચોરી થયા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલ મોમાઈનગર ૩ ના છેડે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ શાળા નં.૫૦ ના આચાર્ય રૂમને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. આચાર્ય રૂમનાં પાછળના ભાગમાંઆવેલ બારીની ગ્રીલ તોડી શાળાના રૂમ અંદર પ્રવેશ કરી કોઇ અજાણ્યા ચોર ઇસમ કેઇસમો એ શાળાના રૂમમાં લોખંડ તથા સનમાઈકાના દિવાલ કબાટમાંથી લેપટોપ નંગ ૦૨, હેડફોન નંગ ૦૬, વેબકેમ નંગ ૧૦, ટેબ્લેટ નંગ ૦૧, કેમેરો નંગ ૦૧, ઈન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ નંગ ૦૨, વાયર, સીડી તથા વાઈ ફાઈ બોક્ષ મળી કુલ કિ.રૂ.૮૨,૫૦૦/-ના મુદામાલની ચોરી કરી નાશી ગયા હતા. ગત રવિવારના રોજ કોઈ અજાણ્યા સખ્સોએ આ ચોરી આચરી હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે જાણ થતા આચાર્ય જયેશભાઈ પ્રફુલચંદ્ર વ્યાસએ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.




