હાલાર: આટલી શાળાઓમાં કોમ્યુટર અને સાયન્સ લેબ જ નથી

0
732

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આઈએએસ અને આઈપીએસ અને ફોરેસ્ટ તેમજ રેવન્યુ ખાતામાં રાજ્ય બહારના અધિકારીઓ ફરજ બજાવતા હશે, આવી સ્થિતિ છેલ્લા ૭૫ વર્ષથી બની છે. રાજ્યમાં ગુણવતા વગરનું શિક્ષણ અને ખાનગી શાળાઓ તરફ વાલીઓની દોટ, આવા કારણો સુજ્ઞ નાગરીકો આપી રહ્યા છે. ત્યારે જાગ્યા ત્યારથી સવાર એમ વિચારી રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ક્યારે કામ કરશે? કેમ કે હાલ પણ રાજ્યની અનેક શાળાઓમાં આધુનિક શિક્ષણ આપી સકાય એવી સવલત આપવામાં આવી નથી. જામનગર અને દ્વારકા જીલ્લામાં આવેલ સરકારી શાળાઓમાં કોમ્યુટર અને વિજ્ઞાનની પ્રયોગ શાળાઓ પ્રયાપ્ત નથી અનેક શાળાઓ આજની તરીકે આવી સુવિધા વિહોણી છે ત્યારે દેશમાં રોલ મોડેલ તરીકે ગણના થતા આપણા રાજ્યને અન્ય રાજ્યના શિક્ષણ સાથે ક્યારે સરખામણી કરવામાં આવશે? અન્ય રાજ્ય જેવી શૈક્ષણિક સુવિધાઓ ક્યારે? એ સવાલ થવો સ્વાભાવિક છે.

પરિવાર, કુટુંબ, સમાજનો વિકાસ ત્યારે યોગ્ય દિશામાં થાય જયારે ત્યાં શિક્ષણની જ્યોત જગમગતી હોય, વર્તમાન સમયમાં રાજ્ય વિકાસની હરણફાળ ભરી રહ્યું હોય એમ વારે વારે કહેવામાં આવી રહ્યું છે. ત્યારે શિક્ષણની ગાડીની સ્પીડ એકદમ ધીમી ચાલી રહી હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે. એક માત્ર હાલાર એટલેકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની વાત કરવામાં આવે તો, ડીસેમ્બર ૨૦૨૨ સુધીની વાત કરવામાં આવે તો,  જામનગર જીલ્લામાં આવેલ સરકારી શાળાઓ પૈકી ૪૯૦ શાળાઓ એવી છે જ્યાં કોમ્યુટર લેબ જ નથી, આવી જ હાલત દેવભૂમિ દ્વારકા જીલ્લાની છે અહી ૩૩૭ શાળાઓમાં આવી સ્થિતિ છે. હાલના વિજ્ઞાનના યુગમાં વિજ્ઞાનને ખાસું મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે જામનગર જીલ્લાની ૫૦૬ શાળાઓમાં વિજ્ઞાનની પ્રયોગશાળાઓ જ નથી આવી જ સ્થિતિ દેવભૂમિ  દ્વારકા જીલ્લાની છે જ્યાં ૩૭૯ શાળાઓમાં વિજ્ઞાનની પ્રયોગશાળાઓ જ નથી.

આ આકડાઓ ભ્રામક નથી. આ આકડાઓ સરકાર દ્વારા જ વિધાનસભામાં રજુ કરવામાં આવ્યા છે. આ સુવિધાઓ ક્યારે આપવામાં આવશે ? એમ સવાલ કરવામાં આવતા રાજ્ય સરકારે નરોવા કુંજરોવા જવાબ આપી કહ્યું કે જેમ બને તેમ ઝડપી સુવિધા પૂરી પાડવામાં આવશે.આ તો માત્ર સુવિધાઓની વાત થઇ, પણ શાળાઓના ઓરડાઓ, શિક્ષકોની ઘટ પણ એટલી જ છે. ત્યારે પાયાના શિક્ષણ માટે આવી લાપરવાહી કેમ કરવામાં આવે છે? સરકાર અપ્રયાપ્ત સુવિધાઓ આપી ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે કે કેમ ? એવી ચર્ચાઓ આમ બની છે. સરકારે ખરેખર ગુજરાતને મોડેલ રાજ્ય બનાવવું હોય તો પ્રથમ શિક્ષણ ક્ષેત્રે પુરતી સવલતો આપવી જોઈએ એમ સુજ્ઞ નાગરિકો મત દર્શાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here