સજાતીય સબંધની એપથી પરિચય થયો, યુવાને યુવાનને મળવા બોલાવ્યો..પછી

0
1338

જામનગરમાં સજાતીય સંબંધની એપ્લિકેશન દ્વારા પરિચય થયેલ યુવાને યુવાનને મળવા બોલાવી પોતાની ઠગ ટોળકી સાથે મળી મળવા ગયેલ યુવાનને લૂંટી લેતા ચકચાર જાગી છે. યુવાન પાસે વધારે રોકડ રકમ ન હોવા છતાં આરોપીઓએ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવી 40 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં કાલાવડ નાકા બહાર, કલ્યાણ ચોક,
તારમામદ સોસાયટી શેરી નં.૦૧માં રહેતા અને સાધના કોલોનીમાં એ વન નાસ્તાના નામે લારી ચલાવતા 31 વર્ષીય પરિણીત દેવેન્દ્રભાઇ વશરામભાઇ નકુમએ પોતાના મોબાઈલમાં સજાતીય સંબંધને પ્રાધાન્ય આપતી સોશ્યલ મીડિયા એપ “Blued-Live&Male Dating” ડાઉનલોડ કરી હતી દરમિયાન આ એપ વાટે દેવેન્દ્રને વિસાલ પટેલ નામના કથિત વ્યક્તિ સાથે ચેટીંગ થયું હતું. દરમિયાન આ વ્યક્તિએ દેવેન્દ્રને બસ સ્ટેશન મળવા બોલાવ્યો હતો,. ગત તા. 1લીના રોજ રાત્રે પોણા બારેક વાગ્યે કથિત વિસાલ પટેલ પોતાનું મોટર સાયકલ લઈ બસ સ્ટેશન આવ્યો હતો અને દેવેન્દ્રને પોતાનું મોટર સાયકલ લઈ જોલી બાંગ્લા રોડ પર પાછળ આવવા કહ્યું હતું. જેને લઈને દેવેન્દ્રએ પોતાનું બાઇક આ કથિત વિશાલના બાઇક પાછળ ચલાવ્યું હતું.

દરમિયાન સમય ટ્રાવેલ્સની ઓફીસ પાસે પાછળથી એક રીક્ષા આવી દેવેન્દ્રને બાઇકને આંતરી લીધું હતું. રીક્ષામા આવેલ પાંચ જણાઓ અને કથિત વિશાલ પટેલ એમ કુલ અજાણ્યા છ ઇસમોએ અગાઉથી ગુન્હાહીત કાવતરુ રચી નેબાજુની ગલીમા ખેચી જઇ દેવેન્દ્ર પાસે રોકડા રૂપીયા તેમજ દાગીનાની માંગણી કરી હતી. યુવાને આનાકાની કરતા રીક્ષામાં આવેલ ઇસમો પૈકી ત્રણ જણાઓએ લાકડાના ધોકા વડે આડેધડ માર મારી તેમજ અજાણ્યા મો.સા. ચાલક તથ રીક્ષા માંઆવેલ પાંચેય જણાઓએ સાથેમળીને ઢીકાપાટુનો માર મારી યુવાન પાસે રહેલ રોકડા રૂ. ૩૫૦૦ જુટવી લઇ તેમજ યુવાનના મોબાઇલ પરથી કુલ રૂપીયા ૩૭,૦૦૦નુ બળઝબરીથી ઓનલાઇન ગુગલ-પે-ટ્રાન્જેકશન કરાવી કુલ રૂપીયા ૪૦,૫૦૦/- પડાવી, ઢીકા-પાટુ તેમજ લાકડાના ધોકા વડેમાર શરીરે મુંઢ કરી નાશી ગયા હતા. આ બનાવ બાદ યુવાને સારવાર લઈ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સોની ભાળ મેળવવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here