સલાયા: ધોરણ 10ના બોગસ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ

0
1028

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતે રહેતા એક શખ્સે મુંબઈમાં શૈક્ષણિક સંસ્થા ચલાવતા શખ્સ સાથે મળી બનાવતી માર્કશીટ બનાવવાનું કૌભાંડ આચર્યું હોવાનો સ્થાનિક એસઓજીએ પર્દાફાશ કર્યો છે.

ખંભાળિયા તાલુકાના જામ સલાયા ખાતે પરોડિયા રોડ પર અલ ફૈઝે કાસીમ નામની દુકાન ધરાવતા અને કોમ્યુટર જોબ વર્કનો ધંધો કરતા અજીમભાઈ અકબરભાઈ સાલેમામદભાઈ કુંગડાની શંકાસ્પદ પ્રવૃત્તિ સામે આવતા સ્થાનિક એસઓજી દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ શખ્સ અને મુંબઈમાં રમન્ના ઈન્સ્ટીટ્યુટ હેડ તરીકે કાર્યરત એમપી/સિંઘ દ્વારા પોતાના આર્થિક લાભ મેળવવા સારૂ સન ૨૦૨૨ થી ગઇ તા.૦૯/૧૧/૨૦૨૨ સુધીના કોઇપણ સમય ગુનાહીત કાવતરૂ રચી, સલાયાના આરોપીએ ગુજરાત સેકન્ડ્રી એન્ડ હાઇ સેકન્ડ્રી એજયુકેશન બોર્ડ ગાધીનગર દ્રારા ધોરણ ૧૦ના ઇસ્યુ કરવામા આવતા સર્ટીફીકેટ જેવાજ અલગ અલગ વ્યકતીઓના પરીક્ષા આપ્યા વગર કુલ ૬૬ બનાવટી સર્ટીફીકેટ બનાવયા છે.

મુંબઈના આરોપીએ તે સર્ટીફીકેટ બનાવટી હોવાનુ જાણવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરી અનેક જરૂરિયાતમંદને એસ ટી ૫ ના સર્ટી બનાવવા અલગ અલગ એકેડમીમા એડમીશન અપાવી દીધા હતા. આ પ્રવેશ માટે મુંબઈના શખ્સે જરૂરિયાતમંદ પાસેથી પૈસા મેળવી તથા આરોપી અઝીમે તે પૈસામાથી કમીશન મેળવી અનેક સાથે ઠગાઇ કરી હોવાની વિગતો સામે આવી હતી. સલાયા મરિન પોલીસે બંને શખ્સો સામે ફરિયાદ નોંધી સલાયાના શખ્સની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here