દેવભૂમિ દ્વારકા: વેપારી પિતા પુત્રનું 47 લાખનું ફુલેકુ

0
1512

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ એક પિતા પુત્ર વેપારીએ ફુલેકુ ફેરવ્યું હોવાની વિગતો જાહેર થઈ છે. ભાણવડ તાલુકાના ખેડૂતો પાસેથી જણસીઓની ખરીદી કરી રકમ ચૂકતે નહીં કરી, ગામ છોડીને અજ્ઞાત સ્થળે ચાલયા ગયા છે. વેપારી પિતા પુત્રએ ત્રણ ગામના 29 ખેડૂતોના 46.78 લાખ રૂપિયાનું બુચ મારી પલાયન થઈ ગયાની વિગતો સામે આવી છે. 

ભાણવડ તાલુકાના ભરતપુર ગામના ખેડૂત વિક્રમભાઇ મેસુરભાઇ વસરાએ પ્રથમ ભાણવડ પોલીસમાં વેપારી પિતા પુત્રની છેતરપિંડી અંગે અરજી આપી હતી. અરજીની તપાસ બાદ પોલીસે ફરિયાદ નોંધી છે.  ભાણવડમાં વ્યાપારી પેઢી ધરાવતા નગીનભાઇ મુળજીભાઇ રાડીયા તથા  તેના પુત્ર આકાશભાઇ નગીનભાઇ રાડીયા તાલુકાના જુદા જુદા ગામડાઓના ખેડૂતો પાસેથી ખેત ઉત્પાદિત જણસીઓ ખરીદી વેપાર કરતા હતા. વર્ષોથી વેપાર કરતા નગીનભાઈ રાડીયાએ ખેડૂતોમાં સારી પ્રતિષ્ઠા ઉભી કરી હતી. પરંતુ ગત વર્ષે આ પિતા પુત્રએ તાલુકાના ભેનકવડ, ઢેબર અને ભરતપુર સહિતના ગામમાંથી જુદી જુદી ખેત પેદાશો ખેડૂતો પાસેથી ખરીદી, કાચી ચિઠ્ઠી આપી પેમેન્ટ બાદમાં આપી દેવાનો વાયદો કર્યો હતો. પરંતુ લાંબો સમય છતા વેપારી પિતા પુત્રએ ખેડૂતોને પેમેન્ટ કર્યું ન હતું. જેમાં વિક્રમભાઈ પાસેથી રૂપિયા ચાર હજાર પ્રતિ મણ લેખે જીરું ખરીદી રૂપિયા 6.77 લાખ માંથી માત્ર 1.77 લાખ આપી અન્ય રકમ વ્યવસ્થા થયે આપી દેવાનો વાયદો કર્યો હતો. પરંતુ એક વર્ષ થવા છતાં પેમેન્ટ ચૂકતે કરાયું ન હતું. એક વિક્રમભાઈ જ નહીં, પણ ઢેબર અને ભેનકવડ ગામના 28 ખેડૂતો પાસેથી ખેત પેદાશ ખરીદી વેપારી પિતા પુત્રએ  કુલ રૂ. ૪૬,૭૭,૯૫૫ની રકમ ચૂકતે કરી ન હતી. એક દિવસ એવો આવ્યો કે રાતોરાત પિતા પુત્ર પરિવાર સાથે ગામ છોડી ચાલયા ગયા હતા. જેને લઈને ખેડૂતો પોલીસ દફતર પહોંચ્યા હતા અને વિધિવત સયુંકત ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે પિતા પુત્રની શોધખોળ શરૂ કરી છે. 

કયા ગામના ખેડૂતોના કેટલા રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું ? 

વેપારી પિતા પુત્રએ ભાણવડ તાલુકાના ત્રણ ગામના 29 ખેડૂતોને અડધા કરોડનો ચુનો ચોપડ્યો છે જેમાં,(૧) સાલેમામદ અલારખા વિધાણી રહે. ભેનકવડ વાળાના રૂ. ૯૩,૩૫૦ (૨) આમદ અલારખા વિધાણી રહે. ભેનકવડ વાળાના રૂ. ૮૮,૮૦૦ (૩) ઇબ્રાહીમ ઇશાભાઇ વિધાણી રહે. ભેનકવડ વાળાના રૂ. ૯૯,૨૫૦ (૪) નુરમામદ ઇશાભાઇ વિધાણી રહે. ભેનકવડ વાળાના રૂ. ૮૪,૪૦૦ (૫) મામદ અલારખા વિધાણી રહે. ભેનકવડ વાળાના રૂ. ૧,૧૨,૪૦૦ (૬) આરબી તૈયબ હિંગોરા રહે. ભેનકવડ વાળાના રૂ. ૪,૧૭,૪૮૦ (૭) માલીબેન જીવાભાઇ વસરા રહે. ભરતપુર વાળાના રૂ. ૩,૩૩,૮૦૦ (૮) કાસમભાઇ આમદભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૧,૦૦,૦૦૦ (૯) હાસમભાઇ જુસબભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૩૮,૦૦૦ (૧૦) સુલેમાન મામદભાઇ હીંગરા રહે. ઢેબર વાળાના રૂ. ૭૧,૮૦૦ (૧૧) મુસાભાઇ ઇબ્રાહીમભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ.૨,૧૦,૦૦૦ (૧૨) ભીખુભાઇ ઉર્ફે મામદભાઇ ઇબ્રાહીમભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૮૩,૬૦૯ (૧૩) ઇશાભાઇ આમદભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૧,૩૦,૦૦૦ (૧૪) બબુભાઇ ઇબ્રાહીમભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૫૦,૦૦૦ (૧૫) હુસેનભાઇ નુરમામદભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૩,૦૦,૦૦૦ (૧૬) ઇશાભાઇ કાસમભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૩૬,૦૦૦ (૧૭) ફારૂકભાઇ મુશાભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૭૬,૭૦૦ (૧૮) અબ્દુભલભાઇ આમદભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૮૦,૯૦૦ (૧૯) ભુટા કાસમ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૧,૭૩,૦૦૦ (૨૦) મુસાભાઇ ઇશાભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ.૧,૦૬,૦૦૦ (૨૧) હનીફ ઇશાભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૧,૨૮,૦૦૦ (૨૨) નાથાભાઇ ઇબ્રાહીમભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૧,૧૦,૦૦૦ (૨૩) આમદભાઇ હાસમભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૧,૪૪,૮૬૬ (૨૪) તારમામદ ઇબ્રાહીમભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૧,૩૦,૦૦૦ (૨૫) ભીખુભાઇ હાસમભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૩,૨૫,૦૦૦ (૨૬) આમદભાઇ હાસમભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૪,૧૩,૬૦૦ (૨૭) શાહમામદ મુસાભાઇ હીંગોરા રહે. ઢેબર વાળાના રૂ. ૧,૬૦,૦૦૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here