દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા-કલ્યાણપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર મૂળુભાઈ કંડોરીયાએ સતત એક સપ્તાહ સુધી જંજાવાતી લોક સંપર્ક કર્યો છે. બંને તાલુકાઓના મોટાભાગના ગામડાઓ સુધી પહોંચી લોકોની વેદના અને સમસ્યાઓ જાણી આ સમસ્યાઓ ઉજાગર કરવાનો મુળુભાઇએ તમામને કોલ આપ્યો છે, તો સામે પક્ષે જનતાએ પણ મૂળુભાઈના ઉત્સાહપૂર્વક વધામણા કરી પૂરતો સહકાર આપવાની ખાતરી આપી છે. લોક સંપર્ક દરમિયાન મળેલા પૂરતા આધર સત્કાર અને ઉમળકાને જોઈ મુળુ ભાઈના વિજયનો સંચાર થયો છે.

તારીખ 19 મહિના રોજ કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામે સવારે 8:00 વાગ્યે ભોગાત ગામે 9:00 વાગે નાવદરા ગામે 9:45 વાગ્યા સતાપર ગામે 10:30 અને લાંબા ગામે 11:30 વાગ્યે જન સંપર્ક કર્યો હતો આ તમામ ગામડાઓમાં મુળુભાઈને સામેથી ગ્રામજનોએ અદમ્ય ઉત્સાહ સાથે આવકાર આપી વધામણા કર્યા હતા.

જ્યારે બપોર બાદ અઢી વાગે ગાંધવી અને હર્ષદ 3:00 વાગ્યે ગાંગડી 3:30 વાગ્યે ચાચલાણા, ચાર વાગ્યે સણોસરી ગામે 4:30 વાગ્યે ટંકારીયા ગામે, 5:00 વાગ્યે પ્રેમસર ગામ અને પાનેલી ગામે 5:30 વાગ્યે તેમજ છ વાગ્યે હરીપર ગામે પહોંચ્યા હતા. આ ગામડાઓમાં દ્વારકા-કલ્યાણપુર બેઠકના કોંગ્રેસના માનીતા ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. મુળુભાઈએ પણ ગ્રામજનોને આસ્વસ્થ કરી હું ધરતી પરનો અને ગામડે ગામડે પહોંચેલો માણસ છું, હંમેશા તમારી સાથે રહીશ એવો વિશ્વાસ આપ્યો હતો.

જ્યારે જંજાવાતી લોક સંપર્કના બીજા દિવસે મુળુભાઈએ પોતાના પ્રવાસની શરૂઆત સૂર્યાવદર ગામથી કરી હતી. ત્યારબાદ આશીયાવદર, દુધિયા, રાજપરા, ચુર અને ચપ્પર તેમજ કાનપર શેરડી સહિતના ગામોની મુલાકાત લઈ જનતા વચ્ચે પહોંચ્યા હતા. આ તમામ ગામડાઓમાં મુળુભાઈને પૂરતો સહકાર આપી વિજય બનાવવાનો ગ્રામજનોએ વાયદો કર્યો હતો. ગ્રામજનોના ઉત્સાહને જોઈ મુળુ ભાઈએ ‘કાલે પણ તમારી સાથે હતો, આજે પણ તમારી સાથે છું અને આવતીકાલે પણ તમારી સાથે રહીશ’ એવો કોલ આપ્યો હતો. કાનપર શેરડી ગામે બપોરનો વિરામ કર્યા બાદ કનકપર, માળી ધુમથર, જામપર, માંગરીયા, ખીજદડ અને કલ્યાણપુર ખાતે સાંજે જન સંપર્ક કાર્યક્રમ પૂર્ણ કરી દિવસને વિરામ આપ્યો હતો. આ તમામ ગામડાઓમાં જોવા મળેલો લોકોનો ઉત્સાહ મુળુભાઇને આત્મવિશ્વાસ પૂરું પાડનારો સાબિત થયો હતો.

જ્યારે તારીખ 21 મીના રોજ મૂળુભાઈએ પોતાના પ્રચંડ જનસંપર્ક કાર્યક્રમની શરૂઆત બતડીયા ગામેથી કરી હતી. જ્યાં સહકારના વિશ્વાસ સાથે ગ્રામજનોએ વધામણાં કર્યા હતા. ત્યારબાદ બપોર સુધીમાં ગાગા, રણજીતપુર, ગુરગઢ, મહાદેવિયા અને પિંડારા ગામની મુલાકાત લીધી હતી. આ ગામડાઓના સરપંચ, ગ્રામજનો ઉપસ્થિત રહી મુળુભાઈને ઉત્સાહપૂર્વકનો આવકાર આપ્યો હતો. અને સો ટકા સાથે હોવાનો વિશ્વાસ આપ્યો હતો. બપોરબાદ રાણ, મેવાસા, વીરપર, મોટા આસોટા, હાબરડી, જુવાનપુર લીંબડી અને નંદાણા ગામની મુલાકાત લીધી હતી. આ જન સંપર્ક દરમિયાન સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ જ જિલ્લા અને તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા લ.ગ્રામજનો નો પ્રેમ ભાવ અને આદર સત્કાર જોઈ કોંગ્રેસના લોક લાડીલા ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા પણ ગદગદિત થઈ ગયા હતા અને પોતાના તરફથી પણ આવો જ સહકાર આપતા રહેવાનો વધુ એક વખત વાયદો કર્યો હતો.

આ ઉપરાંત તારીખ 21મીના ઝંઝાવાતી લોક સંપર્ક કાર્યક્રમની શરૂઆત કલ્યાણપુર તાલુકાના માલેતા ગામેથી કરી હતી. મુળુભાઈના કાફલો સવારે 09:00 વાગ્યે માલેતા પહોંચ્યો હતો. જયા ગ્રામજનોએ તેઓનું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું. ગ્રામજનો સાથે ઉત્સાહપૂર્વકના સંવાદ બાદ 82 દ્વારકા કલ્યાણપુર વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર મૂળભાઈ કંડોરીયા એ બાકોડી, ભોપલકા, ખાખરડા અને પટેલકા ગામોમાં લોક સંવાદ કર્યો હતો.બપોર બાદ ગઢકા, ઉદેપુર, સીદસરા, મેઘપર ટીટોડી હનુમાનગઢ અને કેનેડી ગામે લોક સંપર્ક કરી દિવસભરના જંજાવાતી લોક સંપર્કને વિરામ આપ્યો હતો.

ઇષ્ટદેવ દ્વારકાધીશની આશીર્વાદ સાથે તારીખ 23મી ના રોજના જનસંપર્ક કાર્યક્રમની શરૂઆત ભાટવડીયા ગામે વાડિવિસ્તારથી કરી હતી. ત્યારબાદ ભાટવાડિયા ગામ, ગોજીનેસ અને બામણાસા ગામની મુલાકાત દરમિયાન લોકોએ મુળુભાઈના વધામણા કર્યા હતા. બપોર બાદ ચંદ્રવાડા, રાણપરડા ડાંગરવડ, ગોરાણા, નગડીયા, ખીરસરા અને છેલ્લે સાંજે 6:00 વાગ્યે રાવલ ગામે લોકોને મળ્યા હતા. લોકો તરફથી મળી રહેલ આવકારને મુળુભાઈએ પણ વધાવી લઈ પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી.

તા.24મીના રોજ બપોર બાદ મુળુભાઈનો જનસંપર્ક કેશવપુર ગામેથી શરૂ થયો હતો ત્યારબાદ ગણેશગઢ, કલ્યાણપુર ગામત પછી સાંજે 6:30 વાગ્યે ધતુરીયા ગામે પહોંચી વિશાળ સંખ્યામાં હાજર લોકોને સહકાર આપવાની વિનવણી કરી હતી તો સામે પક્ષે જનતા પણ લોકનેતા પર ઓળઘોળ થઈ જીતના આશીર્વાદ આપ્યા હતા, આ તમામ ગામડાઓમાંથી મળી રહેલ સહકારને લઈને મુળુભાઈએ બહુમતીથી વિજેતા બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કલ્યાણપુર તાલુકામાં ઝંઝાવતી જન સંપર્ક બાદ તારીખ 25 મીના રોજ ઓખા મંડળમાં પહોંચ્યા હતા. જ્યાં ભીમરાણા થી ઓખા સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ઓખા, મીઠાપુર અને સૂરજકરાડી ખાતે ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરાયું હતું. સુરજકરાડીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભામાં જન મેદનીને સંબોધતા મુળુભાઈએ લોકોની સમસ્યાઓ ઉકેલી કામ કરવાનો વાયદો કર્યો હતો. લોકોએ મુળુભાઈના વાયદાને વધાવી લઈ સહકાર આપવાની ખાતરી આપી હતી. સભા ઉપરાંત મુળુભાઈએ સુરજકરારી અને મીઠાપુરની મુખ્ય બજારોમાં સતત બે કલાક સુધી ઝંઝાવતી સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત ટાટા કંપનીના ગેટ તેમજ દ્વારકા ખાતે પણ લોક સંપર્ક કરી બહોળી માત્રામાં લોકોને મળ્યા હતા. લોકોની સમસ્યાઓ જાણી આ સમસ્યાઓને ઉજાગર કરવાનો વાયદો તેઓએ આપ્યો હતો. તો સામે પક્ષે જનતાએ પણ સાથે રહેવાનો ભરોસો આપ્યો હતો.
ગઈકાલે ઓખા અને બેટ દ્વારકામાં ઝંઝાવતી લોક સંપર્ક કર્યો હતો ધારકા બેઠકમાં ઉમેદવાર મુળુભાઈ કંડોરીયાએ બેટ દ્વારકામાં હાલની સ્થિતિ અંગે આગેવાનો સાથે ગહન ચર્ચાઓ કરી હતી.

ઝંઝાવતી પ્રવાસના દસ દિવસ બાદ આજે કરી 28મીના રોજ દ્વારકા કલ્યાણપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા અને તેની ટીમ દ્વારા કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે બપોર સુધી જન સંપર્ક કરશે ત્યારબાદ બારીયાધાર વિસ્તારમાં જનજન સુધી પહોંચી સહકાર આપવાની અપીલ કરશે.