જામનગર સહિત રાજ્યની રાજનીતિના સૌથી સીનીયર નેતાઓની યાદીમાં પ્રથમ હરોળમાં નામના પામતા રાઘવજી પટેલને ભાજપાએ ફરી વખત જામનગર ગ્રામ્ય બેઠક પર ઉતાર્યા છે. સવા વર્ષ પૂર્વે કૃષિ માનતી બન્યા બાદ પટેલ સપ્તાહના ત્રણ દિવસ પોતાના જ વિસ્તારમાં જોવા મળ્યા છે. વ્યસ્તતા વચ્ચે પણ તેઓ પોતાના વિસ્તારમાં ધ્યાન આપી આપવામાં સફળ રહ્યા એ જમા પાસું છે. ના સિર્ફ હાજરી પણ ખેતીવાડી, સિંચાઈ, રોડ રસ્તા અને માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં પણ તેઓ અવલ્લ રહ્યા છે એ વાસ્તવિકતા છે. પટેલની સામે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવનભાઈ અને આપના ઉમેદવારની હાજરી વચ્ચે ચઢાણ મુસ્કેલ છે. પણ જોવાનું એ રહે છે કે જનતા કોની તરફનો જનાધાર આપે છે.
77 જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર.
નામ: રાધવજી પટેલ

અભ્યાસ: પીટીસી, સ્નાતક, એમએ, એલએલબી.
ઉંમર: 60 વર્ષીય
વ્યવસાય: ખેતી, વેપાર.
(જોડીયા કોર્ટમાં આઈપીસી કલમ 499, 501,502,109,114 મુજબનો ગુનો
2021)
જંગમ મિલકત – 100,91,722
સ્થાવર મિલકત- 2,20,00,000
કુલ- 3 કરોડથી વધુ.
જામનગર ગ્રામ્યની બેઠક પર કોંગ્રેસે લાંબી વિચારણા કર્યા બાદ ફોર્મ ભરવાના અંતિમ દિવસની સપરમી રાત્રે ઉમેદવાર તરીકે જીવણભાઈ કુંભરવડીયા પર પસદંગીનો કળશ ઢોળ્યો, આમ તો આ બેઠક કોંગ્રેસ સમર્પિત મતદારોનો ગઢ ગણવામાં આવે છે. અહી કોંગ્રેસ કમીટેડ માઈનોરીટી મતનું પ્રભુત્વ છે. પરંતુ કોંગ્રેસ છોડી બસપાનો દામન પકડી બેસેલ માઈનોરીટીમાં ખાસ્સી પ્રસિદ્ધિ ધરાવતા કાસમ ખફી જીવણભાઈ માટે થોડી મુશ્કેલી ઉભી કરી શકે, પણ દર વખતની જેમ કોંગ્રેસ કમિટેડ મત વફાદાર જ રહ્યા છે. ત્યારે આ વખતે નવા સમીકરણ રચાય છે કે કેમ ? એ અગામી મહીને સ્પષ્ટ થઇ જશે
જામનગર ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર.
નામ: જીવણ કુંભરવાડીયા

અભ્યાસ: બીએ. સ્નાતક
વ્યવસાય: ખેતી, પેટ્રોલપંપ, રેસ્ટોરેન્ટ.
ઉંમર: 52 વર્ષીય
ગુનાઓ: મોરબી કોર્ટમાં આઈપીસી કલમ147,148,149,323,325,332,337,338,427નો ગુનો ,
આમરણ ગામે વિજય સરધસ દરમિયાન રાયોટીગ, મારામારી, ફરજમાં રૂકાવત.
જોડીયા પોલિસ મથકનો 1999નો ગુનો મોરબી કોર્ટમાં ટાન્સફર.
લાયસન્સ વારી રીવોલ્વર ધરાવે છે.
જંગમ મિલકત- 1,72,78,389
સ્થાવર મિલકત- 4,24,84,940
કુલ- 6 કરોડ અંદાજે
વ્યસાયે વકીલ એવા આપના ઉમેદવાર સ્વચ્છ છબી ધરાવે છે. સોશ્યલ મીડિયામાં ખાસ્સી પ્રસિદ્ધિ પામેલ છે. પોતાની મુદ્દાસર અને ચોટદાર દલીલો કોર્ટમાં તો કરતા જ હશે એવું માની લઈએ કેમ કે જાહેર મંચ પર પણ આ જ સિરસ્તો જાળવી રાખીને તેઓ ગામડાઓ સુધી પહોચવામાં સફળ થયા છે. બીજી તરફ જામનગર જીલ્લાની રાજનીતિના કદાવર અને સીનીયર નેતા રાઘવજી પટેલ અને કોંગ્રેસના જીલ્લા પ્રમુખ જીવણ કુંભરવડીયાને પાર કરી સામે કિનારે પહોચવાનું છે. ત્યારે આ જંગમાં કેટલા સફળ થશે એ સમય જ કહેશે.
જામનગર ગ્રામ્ય બેઠકના આપના ઉમેદવાર.
નામ: પ્રકાશ દોંગા

ઉંમર: 35 વર્ષીય
અભ્યાસ: બીએ. એલએલબી.
વકીલાત.
ગુનાઓ: ગુનો એક પણ નથી.
જંગમ મિલકત :22,46,186
સ્થાવર મિલકત : 3,80,00,000
કુલ- 4 કરોડ અંદાજે
