બેરોજગારી: જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની ચિંતાજનક સ્થિતિ

0
1783

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માં વર્ષ 2022 ની સ્થિતિએ કેટલા  શિક્ષિત-અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે ? તેમજ સ્નાતક બેરોજગારોની સંખ્યા કેટલી છે ? તે સંબંધિત જામજોધપુરના ધારાસભ્ય હિંમતભાઈ આહીરે શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી સમક્ષ કર્યો હતો. જેના જવાબમાં બંને જિલ્લામાં નોંધાયેલા શિક્ષિત અને અર્થ શિક્ષિત બેરોજગારો સંબંધિત માહિતી રજૂ કરવામાં આવી હતી.

જામનગર જિલ્લાના જામજોધપુર બેઠકના ધારાસભ્ય હેમંતભાઈ આહીર દ્વારા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી સમક્ષ બેરોજગાર સંબંધિત સવાલ કરવામાં આવ્યો હતો તારીખ 31 12/2022 ની સ્થિતિએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકા વાર કેટલા શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે ? આ નોંધાયેલા બેરોજગાર પૈકી તાલુકા વાર કેટલા સ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે અને બે વર્ષમાં તાલુકા વાર કેટલા બેરોજગારોને સરકારી નોકરી પૂરી પાડવામાં આવી છે તેઓ સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી એ વિગતવાર માહિતી આપી હતી.

વર્ષ 2022ની સ્થિતિએ જામનગર જિલ્લામાં 8684 શિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જ્યારે અર્ધ શિક્ષિત બેરોજગારોની સંખ્યા 910 છે. જેમાં જામનગર તાલુકામાં 5925 શિક્ષિત અને 664 અર્ધ શિક્ષિત,  જામજોધપુર તાલુકામાં 813 શિક્ષિત અને 73 અર્ધ શિક્ષિત, આ ઉપરાંત લાલપુર તાલુકામાં 590 શિક્ષિત અને 55 અર્થ શિક્ષિત તેમજ કાલાવડ તાલુકામાં 493 છે તેને 46 અર્ધ શિક્ષિત ઉમેદવારો જ્યારે ધ્રોલ તાલુકામાં 466 શિક્ષિત અને 36 અર્ધશિક્ષિત અને જોડીયા તાલુકામાં 397 શિક્ષિત અને 36 અર્ધ શિક્ષિત ઉમેદવારો છે.

 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2,399 શિક્ષિત બેરોજગારો અને 97 અર્ધ શિક્ષિત બેરોજગાર ઉમેદવારો નોંધાયા છે. જે પૈકી દ્વારકા તાલુકામાં 317 શિક્ષિત અને  11 અર્ધ શિક્ષિત, ખંભાળિયા તાલુકામાં 824 શિક્ષિત અને 34 અર્ધ શિક્ષિત,  ભાણવડ તાલુકામાં 627 શિક્ષિત અને 27 અર્ધ શિક્ષિત તેમજ કલ્યાણપુર તાલુકામાં 571 શિક્ષિત અને 25 અર્ધ શિક્ષિત ઉમેદવારો નોંધાયા છે.

આ બેરોજગારો પૈકી જામનગર જિલ્લાના 3650 ઉમેદવારોએ સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. જેમાં  જામનગર તાલુકામાં 2,363, જામજોધપુર તાલુકામાં 378, લાલપુર તાલુકામાં 270, કાલાવડ તાલુકામાં 226, ધ્રોલ તાલુકામાં 232 અને જોડિયા તાલુકામાં 181 ઉમેદવારોએ સ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે.

 જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 474 બેરોજગાર ઉમેદવારોએ સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે. જેમાં દ્વારકા તાલુકામાં 80 ખંભાળિયા તાલુકામાં 201, ભાણવડ તાલુકામાં 82, અને કલ્યાણપુર તાલુકાના 111 ઉમેદવારોએ સ્નાતકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. જોકે છેલ્લા બે વર્ષમાં આ તમામ ઉમેદવારો પૈકી કેટલા બેરોજગારોને સરકારી નોકરી પૂરી પાડવામાં આવી છે ? તે સંબંધિત કોઈ માહિતી ઉપલબ્ધ ન હોવાનું વિધાનસભામાં મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here