નરાધમ પાડોશી: પેટના ભાગે લાતો મારતા મહિલાના ગર્ભમાં રહેલ બાળકનું મોત

0
714

જામનગરમાં કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક ધર્મ એક શખ્સે ઘરે આવી હુમલો કરી મહિલા ના આડેધડ મારી પેટના ભાગે માર મારતા તેણીને ત્રણ માસના ગર્ભનો પાસ થયો હોવાની વિગતો સામે આવી છે. મહિલાને માર મારવામાં આવતા ત્રણ માસ થી ગર્ભમાં રહેલ બાળકનું મૃત્યુને પત્તા આરોપી સામે ચો તરફથી ફિટકારની લાગણી વરસી રહી છે.

જામનગરમાં અરેરાટી ભર્યો બનાવ કાલાવડ નાકા બહાર બન્યો હતો. જેમાં બુરહાની પાર્ક, ઝમ ઝમ પાર્ક  વિસ્તારમાં અફસાના રોશનકુમાર ધર્મેન્દ્ર યાદવ ઉવ-૨૦ રહે-બેંગલોર બર્દી, બસ સ્ટેન્ડ પાસે બોસ કંપનીના ક્વાર્ટરમા વાળી મહિલા તેની બહેન સીરીનબેનની કરીયાણાની દુકાને બેઠી હતી ત્યારે આરોપી ભુરો કસાઇનો દીકરો પુછ્યા વગર  બીસ્કીટ લઈ ગયો હતો. જેને લઈને અફસાના અને તેની બહેન સીરીનબેન તથા હુશેનભાઇ આરોપીના ઘરે જઇ, બીસ્કીટ ના પૈસા માંગયા હતા. જો કે આરોપીને આ બાબત સારી ન લાગી ન હતી.

આ જ બાબતનો ખાર રાખી અફસાના તેની બહેન અને હુસેનભાઈ સામે ગાળો બોલી, અફસાનાને ઢીકા પાટુ  નો માર મારી તથા પેટના ભાગે લાતો તથા લાકડા ના ધોકા વડે માર મારી શરીરે મુંઢ ઇજા કરી હતી. જેના કારણે અફસાનાના ગર્ભમા રહેલ આસરે ત્રણ માસ ના બાળકનુ ગર્ભમાં જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત હુશેનભાઇને પણ આરોપીએ લાકડાના ધોકા વડે શરીરે માર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here