દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતા એક આધેડે જીવંત વીજ તારને પકડી લઇ આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે. દંપતી વચ્ચે વિખવાદ થયા બાદ પત્નીએ ગળાફાસો ખાઈ લીધો હતો. જેને લઈને પતિએ પણ વીજ તાર પકડી લઇ અંતિમ વાટ પકડી લેતા સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે.

આ કરુણાંતિકાની વિગત મુજબ,ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતા વલ્લભભાઈ રામાભાઈ ગેડા ઉવ ૪૫ નામના આધેડએ ગઈ તા. ૨૭મીના રોજ ચારેક વાગ્યે શિવા ગામે જ વાડીએ ટીસી ઉપર ચડી ઇલેક્ટ્રિક વીજ તારને પકડી લીધો હતો, જેને લઈને જોરદાર વીજ કરંટ લાગતા વલ્લભભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે કારાભાઇ માલદેભાઇ ગેડાએ જાણ કરતા ભાણવડ પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર થયેલ વિગત મુજબ મરણ જનારની પત્ની દવા લેવાના બહાને તેમના માવતરે ગયેલ હતી. જે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. અને મૃતકના પત્ની ગળા ફાસો ખાઇ જતા મરણ જનારને મનમા લાગી આવયુ હતું. જેને લઈને પોતાના હાથે જેરી દવા પી લીધેલ અને વાડીયે જઇ ટી.સી ઉપર ચડી ઇલેક્ટ્રીક તાર પકડી લેતા શોટ લાગતા સારવારમા લઇ જવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું