સાહેબ, અજાણી મહિલા મારી બાળકીને ઉપાડી ગઈ, વેચી મારશે

0
705

ગત તારીખ 4/5/2023 ના રોજ જામનગર મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર એ કોલ કરી જણાવેલ કે અમારા સેન્ટર પર અજાણી મહિલા આવેલ છે અને ખૂબ રડતા જણાવે છે કે મારું સાત માસ નું બાળક એક મહિલા લઈ ગયેલ છે અને તે બાળકને વેચી નાખશે એવો ડર લાગે છે જેથી તાત્કાલિક અમારો સંપર્ક કરી મદદ કરવા જણાવેલ

181 ની ટીમ પીડિતા મહિલા પાસે પહોંચતા જાણવા મળેલ કે પીડિતા બહેન ને ખબર છે કે તે મહિલા ક્યાં રહે છે સ્થળ પર જતા રસ્તામાં પીડિતા બહેનને આશ્વાસન આપી કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે પીડિતા બહેન ઘરેથી નીકળી ગયેલ છે અને જામનગર આવીને ફરતા ફરતા એક ઝુપડપટ્ટી ના બહેને તેને ચાર દિવસથી આશરો આપેલ અને બાળકને દવા કરાવી આપવાનું જણાવેલ જેથી તેઓ તેમની સાથે રહેતા દવા લેવાના બહાને જી.જી હોસ્પિટલે ઉભા રાખીને બાળક લઈને ચાલ્યા ગયેલ છે.

પીડીતા બહેને જણાવેલ સરનામે પહોંચીને 181 ની ટીમ કાઉન્સેલર વઢવાણા મનીષાબેન રમેશભાઈ પોલીસ ASI તારાબેન ચૌહાણ અને પાયલોટ સુરજિત સિંહ વાઘેલા દ્વારા ખૂબ શોધખોળ અને તપાસ કરવામાં આવેલ અંતે રસ્તામાં એક બહેન પર શંકા જતા વાન ઉભી રાખીને પૂછપરછ બાદ જાણવા મળેલ કે તે બાળક પીડિતા બહેનનું છે બાળકને જોતા પીડિતા બહેન જણાવેલ કે આ બાળક મારું છે અને એ સ્ત્રીએ પણ જણાવેલ કે હા આ બાળક તે બહેનનું છે અને અમો દવાખાને દવા લેવા માટે ગયેલ હતા પરંતુ ત્યાં આ પીડિતા બહેન મને મળેલ નહીં જેથી હું બાળકને લઈને અહીં અમારી ઝૂંપડપટ્ટી આવી ગયેલ છુ

પીડીતા બહેન ને બાળક અપાવ્યા બાદ બહેને જણાવેલ કે મારો કોઈ આઘાર નથી હું ઘરેથી ચાલી આવેલ છું મારા પતિનો ખૂબ ત્રાસ છે જેથી ઘર છોડીને ચાલી આવેલ છુ માટે મને અહીંયા રહેવાની સગવડ કરી આપો તેથી 181 ટીમ દ્વારા હાલ લાંબા ગાળાના કાઉન્સિલિંગ અને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર પર લઈ જવામાં આવેલ પીડિતા બહેન ની ઈચ્છા અનુસાર OSC સેન્ટરમાં આશરો અપાવીને પરત આવતા પીડિતા બહેને 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here