સલાયા: સોના, ડ્રગ્સ બાદ પકડાયો ઇલેક્ટ્રિક સિગારેટનો જથ્થો,, શું હોય છે ઈ-સિગાર?

0
1443

જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાંથી ઈ-સિગરેટનો મોટો જથ્થો  પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે ૧૫ બોક્સ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. રમીજ સિલેકશનમાંથી આ જથ્થો જડ્પાયો છે. આ પ્રકરણના તાર પણ વિદેશ સાથે જોડાયેલ હોવાની પોલીસે શંકા જતાવી તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાં એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. નશીલા પદાર્થને હેરાફેરીમાં નામે ચડેલા સલાયામાં ફરી નસીલો વેપલો શરુ થયો  હોવાની ચોક્કસ હકીકતના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં હુસેની ચોક વિસ્તાર માં આવેલ રમીજ સિલેકશન નામના સ્ટોર્સમાં દરોડો પાડ્યો હતો. આ સ્ટોર્સની  તલાસી લેતા અંદરથી ઇ સિગારેટનો વિપુલ માત્રામાં જથ્થો મળી આવ્યો હતો.

આ જથ્થા ઉપરાંત સિગાર બનાવવા ઉપયોગ લેવાતો ફ્લેવર્સ પણ મળી આવ્યું હતું. પોલીસે સ્ટોર્સમાંથી 15 બોક્ષ ઇ- સિગારેટ સહિત લીકવિડ ફ્લેવર્સ મૂદામાલ કબજે કરી આરોપી દુકાનદાર રમિજ ગજીયાની ધરપકડ કરી હતી. વડી અદાલત દ્વારા ઈ સિગારેટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ચોરી છુપે વેચાણ થતું હોવાનું પુરવાર થયું  છે. આ નેટવર્ક પણ વિદેશ સુધી લંબાયું હોવાની  પોલીસે શંકા સેવી તપાસ શરુ કરી છે.

NO COMMENTS