રાઘવજી પટેલ બન્યા મંત્રી, જાણો પટેલની રાજકીય કારકિર્દી વિષે

0
2233

રાજ્યની 14 મી વિધાનસભા મંત્રી બનેલા રાઘવજીભાઈ પટેલની રાજકીય કારકિર્દીનો ઇતિહાસ પર નજર કરીએ તો તેઓ દસ વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે જેમાં છ વખત તેઓ જીત્યા છે, જ્યારે ચાર વખત તેઓનો પરાજય થયો છે. કોંગ્રેસ, ભાજપા, રાજપા અને વધુ એક વખત કોંગ્રેસ ત્યારબાદ ભાજપમાં ભળેલા રાઘવજીભાઈ પટેલ ત્રીજી વખત મંત્રી બન્યા છે. ત્યારે એક નજર કરીએ રાઘવજીભાઈના ધારાસભાના રાજકિત કેરિયર પર…

રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ વર્ષ 1985 માં પ્રથમ વખત કાલાવડ બેઠક પર ચૂંટણી લડ્યા હતા. છઠ્ઠી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સામે તેઓનો 4492 મતથી પરાજય થયો હતો.

વર્ષ 1990 ની સાતમી વિધાનસભામાં ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા અને તેઓનો 31,613 મતથી ભવ્ય વિજય થયો હતો તત્કાલીન કોંગ્રેસના ઉમેદવાર સવજીભાઈ વસોયા ને રાઘવજીભાઈએ હાર આપી હતી.

વર્ષ 1995 ની આઠમી વિધાનસભાની ચૂંટણી તેઓ કાલાવડ બેઠક પરથી લડ્યા હતા, ભાજપ તરફથી ચૂંટણી લડેલા રાઘવજીભાઈને 46,178 મત મળ્યા હતા ત્યારે કોંગ્રેસના સવજીભાઈ વસોયા ને 12545 મત મળ્યા હતા આમ રાઘવજીભાઈ 33,633 વિજય થયો હતો.

કેશુભાઈની સરકાર ભાંગી પડતા 1998 માં 9મી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ આવી હતી. ભાજપ માંથી બગાવત કરી રાજપામાં ભળેલ રાઘવજીભાઈ પટેલ જોડીયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓનો 1333 મતથી પરાજય થયો હતો.

જ્યારે વર્ષ 2002માં 10 મી વિધાનસભામાં તેઓ કોંગ્રેસમાં ભળી ગયા હતા અને જોડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ વિધાનસભા બેઠક પરથી તેઓનો 2000 ઉપરાંત મતથી પરાજય થયો હતો

જ્યારે વર્ષ 2007ની 11મી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં જોડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર બાબુભાઈ ઘોડાસરા સામે ચૂંટણી લડ્યા હતા અને 5193 મતથી વિજેતા બન્યા હતા.

વર્ષ 2012માં 12મી વિધાનસભાની ચૂંટણી તેઓ જામનગર ગ્રામ્ય બેઠક પરથી લડ્યા હતા જેમાં તત્કાલીન ભાજપ અધ્યક્ષ આરસી ફળદુ અને તેઓએ 33004 મતથી પરાજય આપ્યો હતો.

વર્ષ 2017માં ફરી વખત ભાજપમાં પડેલા રાઘવજીભાઈ પટેલ અને ગ્રામ્ય બેઠક પર લડાવવામાં આવ્યા હતા. જેમાં તેઓનો કોંગ્રેસના ઉમેદવાર વલ્લભ ધારવીયા સામે 6,397 મતથી પરાજય થયો હતો જ્યારે ધારાસભ્ય બનેલા ધારવીયાએ રાજીનામું આપી દેતા ભાજપએ રાઘવજીભાઈ ફરી વખત આ બેઠક પર લડાવ્યા હતા. જેમાં તેઓનો 32,613 મતથી વિજય થયો હતો. તાજેતરમાં યોજાયેલી અંતિમ વિધાનસભાની ચૂંટણીમાં રાઘવજીભાઈ ગ્રામ્ય બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓનો 47,500 મતથી ભવ્ય વિજય થયો હતો જેને લઈને ભાજપ એ વધુ એક વખત મંત્રી બનાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here