જામનગર શહેરમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલાઓ માટે આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે. જામનગર શહેરના નાગરિકે ૧૮૧માં ફાેન કરી મદદ માગેલી જણાવ્યુ હતું કે કોઈ મહિલા કાલ રાતના આંટા મારે છે. સજન વ્યક્તિ દ્વારા પૂછતા કોઈ જવાબ આપેલ નહીં કશું નામ સરનામું કશું જવાબ આપેલ નહી. તેથી મદદ ની જરૂર છે. જેને લઈને તુરંત જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી,પોલીસ કોન્સ્ટેબલ ઇલાબા જાલા, પાયલોટ મહાવીરસિંહ સ્થળ પર પહાેચી પીડિતાને સાંત્વના આપી કાઉન્સેલિંગ કર્યું હતું અને તેણીના પતિ સાથે મિલન કરાવ્યું હતું.

181ની ટીમને પીડિતા દ્વારા જણાવેલ કે તેણીનો પપરિવાર મહારાષ્ટ્રમાં રહે છે. અહીં તેના પતિ સિવાય કોઈ નથી અને પોતાને કોઈની મદદની જરૂર નથી, એકલા બેસવા દો એમ જણાવ્યુ હતું. પરંતુ કાઉન્સિલર દ્વારા આશ્વાસન આપી , તેણીનો વિશ્વાસ જીતી પૂરી વાત જાણી હતી. જેમાં પીડીતા જણાવેલ તેઓ મહારાષ્ટ્રના છે. પબજી (pubg) ગેમ રમતા સોમનાથ-વેરાવળના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને વચ્ચે પ્રેમાલપ થોડો સમય ચાલ્યા બાદ બંને મંદિરમાં લગ્ન સંબંધથી જોડાયા હતા અને સંસારની શરૂઆત કરી હતી. યુવતીએ પ્રેમ લગ્ન કરી લેતા માતા-પિતા સાથે કોઈ સંબંધ રહ્યો ન હતો. ત્યારબાદ દંપતી જામનગર કામ કરવા સ્થાઈ થયું હતું. સંસાર આગળ ચાલતા બંને વચ્ચે કોઈ ને કોઈ બાબતે નાના ઝઘડાઓ શરૂ થયા, બે દિવસ પહેલા પતિ સાથે હોસ્પિટલ જવા બાબતે તેણીને તેના પતિ સાથે ઝઘડો થયો હતો. તેણીને બે માસની પ્રેગનેન્સી હોવાથી હોસ્પિટલ જવું હતું પરંતુ પતિએ હાલ ના પાડી હતી. જેને લઈને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

ઉગ્ર બનેલ પતિએ તેણી સાથે મારકૂટ કરી હતી. જેથી પીડિતા ગુસ્સામાં ઘરેથી નીકળી ગઇ હતી. જામનગર આવ્યા ને બે માસ જ થયા હોવાથી તેણી કઇ જગ્યાએ રહેતી હતી તે પણ ખબર ન હતી. એડ્રેસ ખબર ન હોવાથી પતિનો મોબાઈલ નબર પણ યાદ ન હતો. જેથી તેણીને બે દિવસથી સાત રસ્તા આજુબાજુમાં આટા મારતી હતી. આ બાબતની 181 અભયમ ટીમને કોઈએ જાણ કરી હતી. જેથી 181 ટિમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. 181ની ટીમેં સાંત્વના આપી તેણીની પૂછપરછ કરી હતી. જેમાં તેણીએ એવું કહ્યું હતું કે , મોરકડા ગામ માં રહેતા હતા, તેથી પીડિતાને લઇને મોરકડા ગામ માં લઇ ગયા હતા. જ્યાં આજુબાજુમાં પૂછતાછ કરતા પીડિતાના પતિના મિત્ર મળી આવ્યા હતા. તેઓ પીડિતાને ઓળખી ગયા હતા. 181 ટીમે તેમના પાસેથી પીડિતાના પતિનો ફોન નંબર મેળવી વાત કરી હતી. જેના જવાબમાં પતિ જણાવેલ કે તેવો બે દિવસ થી પત્નીને શોધી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપેલ છે. ત્યારબાદ 181 ટિમ પીડિતાને લઇને તેમના ઘરે ગયેલ ને પતિ પાસેથી પૂરી વાત જાણી હતી. પીડિતા મહારાષ્ટ્રની હોવાથી હિન્દી ભાષા જ જાણે છે અને કોઈ વાત સમજતા નથી, તેથી ગુસ્સામાં તેણીને ભૂલથી જાપટ મારી હતી. પત્ની ઘરેથી ચાલી ગયા બાફ એમને ખુબજ અફસોસ થયો હતો.
181 ટીમેં બંનેને સમજાવી સંસારમાં ફરી સાથે રહેવા સમજાવ્યું હતું. પોતાના સંતાન અંગે વિચારવા સમજાવ્યા હતા. 181ની ટીમે પીડિતાને પતિ સાથે પુનઃમિલન કરાવતા પતિએ ટીમનો આભાર માન્યો હતો.