ઓખા : મધદરિયે ડૂબતા સાત ખલાસીઓને બચાવી લેતું કોસ્ટગાર્ડ, દિલ ધડક ઓપરેશન

0
663

ઓખા : ઓખા જેટીથી ૨૧ નોટીકલ માઈલના અંતરે દરિયામાં માછીમારી કરી રહેલ ઓખાની દરિયા ખેડુઓની ડૂબી રહેલ બોટ અને સાત ખલાસીઓઓને ઓખા કોસ્ટ ગાર્ડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કરી બચાવી લીધા છે. સવારે ઘટેલી ઘટના બાદ બપોર સુધીમાં ભારતીય સુરક્ષા એજન્સીએ ઓપરેશનને સફળતા પૂર્વક પાર પાડ્યું હતું. તમામ ખલાસીઓને ઓખા લઇ આવવામાં આવ્યા છે.

ઓખાથી ગઈ કાલે રવાના થયેલ જીજે ૧૦ એમએમ ૨૦૧૭ નંબરની ‘દરિયા ખેડુ’ નામની માછીમારી બોટ જયારે ઓખાથી ૨૧ નોટીકલ માઈલ દુર દરિયામાં માછીમારી કરી રહી હતી ત્યારે આ બોટ તોફાનમાં ફસાઈને દુર્ઘટનાગ્રસ્ત બની હતી. આજે સવારે બનેલી આ ઘટના અંગે બોટના ખલાસીઓએ જીપીએસ દ્વારા કોસ્ટગાર્ડની મદદ માંગી હતી.

બોટના એન્જીનમાં સતત પાણીનો ભરવો થવા લાગતા ખલાસીઓના જીવ પડીકે બંધાયા હતા. જેને લઈને કોસ્ટગાર્ડની સી-૪૧૩ નંબરની સીપને તાત્કાલિક મદદે રવાના કરવામાં આવી હતી. સવારે સાડા આઠ વાગ્યે ઘટેલી ઘટના બાદ સવા અગ્યાર વાગ્યે કોસ્ટગાર્ડની ટીમ પહોચી હતી અને મોત સામે જજુમી રહેલા સાતેય ખલાસીઓને ઉગારી લીધા હતા. બચાવ કાર્ય પૂર્ણ કરી કોસ્ટગાર્ડની ટીમ ત્રણેક વાગ્યે પોર્ટ લઇ આવવામાં આવ્યા હતા.

NO COMMENTS