ઓખા: મધ દરિયેથી કોલ આવ્યો, 108ની ટીમે વિદેશી ક્રુ સભ્યનો જીવ બચાવ્યો

0
841

માનવતા અને કર્તવ્યનિષ્ઠા હજુ આપણી વચ્ચે જીવંત છે તેના ઉત્તમ ઉદાહરણરૂપ કામગીરી દેવભૂમિ દ્વારકા જિલ્લાની બોટ એમ્બ્યુલન્સ 108 ની ટીમ દ્વારા કરવામાં આવી છે

સિંગાપુરથી આવેલ શિપમાં કામ કરી રહેલા અધિકારીને દુર્ઘટના સર્જાતા મધદરિયે સારવાર ની જરૂર પડતા ઓખા બોટ એમ્બ્યુલન્સ ને મદદ માટે બોલાવવામાં આવી.ઓખામાં ફરજ પર રહેલ બોટ એમ્બ્યુલન્સ 108ની ટીમ દરિયામાં 12 માઈલ નું અંતર કાપી તત્કાલ સારવાર માટે દોડી ગઈ હતી.

ઓખા બોટ એમ્બ્યુલન્સ 108 ના EMT બકોત્રા કેતનભાઈ દ્વારા પગ માં ફ્રેકચર થયેલ અધિકારીને સમયસર સંપૂર્ણ સારવાર આપી ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી અને જરૂરી સારવાર બાદ સમયસર મીઠાપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત સરકારની 108 એમ્બ્યુલન્સ દ્વારા થયેલ અવિલંબિત અને ઉત્તમ કામગીરીનો વધુ એક કિસ્સો માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here