ખંભાળિયા: પ્રેમ લગ્ન કરનાર યુવાનના ભાઈને માર મારતા ત્રણ શખ્સો

દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા ખાતે મોટર સાયકલ પર પસાર થતા એક યુવાનને આંતરી લઈ કારમાં આવેલા ચાર પૈકીના ત્રણ શખ્સોએ હોકી વડે હુમલો કરી આડેધર માર મારી ઇજા પહોંચાડ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘાયલ યુવાનના નાના ભાઈએ ત્રણ પૈકીના એક આરોપીની કૌટુંબિક બહેન સાથે પ્રેમ લગ્ન કરી લીધાના મનદુઃખને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

ખંભાળિયામાં હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા અને નગરપાલિકામાં રોજમદાર તરીકે નોકરી કરતા રાજુભાઈ વિરમભાઈ ધમા નામનો 30 વર્ષના યુવાન તારીખ સાતમી ના રોજ બપોરે એકાદ વાગ્યાના સુમારે ખંભાળિયામાં દ્વારકાધીશ રેફ્રિજરેશન પાસેથી પોતાનું મોટરસાયકલ પસાર થતો હતો ત્યારે એક આવી ચડેલી કાર્ય મોટરસાયકલ ને આંતરિક લીધી હતી જેમાં કારમાંથી ઉતરેલા કિશનભાઇ કાર્ય હિતાભાઇ કાર્ય અને અન્ય ત્રણ શખ્સોએ યુવાનો કોલર પકડી ભૂંડી ગાળો આપી હતી ત્યારબાદ ત્રણેય આરોપીઓએ હોકી વડે હુમલો કરી, પગના ભાગે આડેધડ માર મારી ડાબા પગના સાથળે તથા પંજા પર મુંઢ ઇજા અને પગના નખ પર સામાન્ય છોડછાલ તથા જમણા પગના ઢીંચણે સામાન્ય ક્રેક કરી નાસી ગયા હતા. 

આ બનાવ અંગે સારવાર લીધા બાદ હરજુભાઇએ આરોપીઓ સામે ખંભાળિયા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ત્રણેક મહિના પૂર્વે પોતાનો નાનો ભાઈ આરોપીઓની કુટુંબિક બહેનને ભગાડી ગયો હતો અને તેની સાથે રાજી ખુશીથી લગ્ન કરી લીધા હતા. આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે.