કલ્યાણપુર: કેનેડીની મહિલા પર ગઢકા ગામના ચાર સખ્સોનો એક વર્ષ સુધી ગેંગ રેપ

0
2642

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામની એક મહિલા પર ચાર સખ્સોએ એક વર્ષથી ગેંગરેપ ગુજારતા હોવાની સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચાર પૈકી બે સખ્સોએ તેણીના ઘરે અને બે સખ્સોએ તેણીને બહાર લઇ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. મહિલાની માસુમ બાળકીઓને પતાવી દેવાની  ધમકી આપી આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

કૃષ્ણની કર્મભૂમિ દેવભૂમિ દ્વારકામાંથી વધુ એક જધન્ય ઘટના સામે આવી છે. કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતી એક મહિલા પર ચાર સખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના પોલીસ દફતર સુધી પહોચી છે. જેની વિગત મુજબ, કેનેડી ગામે રહેતી ૩૧ વર્ષીય મહિલાને નજીકમાં આવેલ ગઢકા ગામના જીવણભાઇ નથુભાઇ મઘુડીયા અને જયેશભાઇ કાનાભાઇ નકુમ નામના બંને સખ્સોએ તેણીની એકલતાનો લાભ ઉઠાવી છેલ્લા એક વર્ષથી આજદીન થી વિશ દિવસ પહેલા અવાર નવાર તેણીની વાડીએ પહોચી જઈ ધાક ધમકીઓ આપી તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જયારે ગઢકા ગામના અન્ય બે સખ્સો જમનભાઇ માધાભાઇ નકુમ અને જયેશભાઇ કાનાભાઇ નકુમ નામના બે સખ્સોએ પણ છેલ્લા એક વર્ષના ગાળામાં તેણીને તેના ઘરથી બહાર લઇ જઈ અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ બન્ને સખ્સોએ તેણીને ભાટીયા બાયપાસ રોડ વાછરાદાદાના મંદીર પાસેના રૂમમા તથા કુરંગા ગામના પાટીયા પાસે અમીધારા હોટલમાં તા.કલ્યાણપુર લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પોતાની માસુમ દીકરીઓને પતાવી દેવાની તેણીને ધમકી આપી આરોપીઓએ બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. કલ્યાણપુર પોલીસે ચારેય સખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here