કલ્યાણપુર: જે રાહ બળદના ડોકમાં નાખી ખેતી કરી હતી તે જ રસ્સીથી ખેડૂતનો આપઘાત

0
986

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામે રહેતા અને ખેતી કામ કરતા યુવાન ખેડૂતે બળદની રાહને ઝાડ સાથે બાંધી ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા શોકનું મોજું ફરી વળ્યું છે. જો કે ખેડૂતે ક્યા કારણસર આપઘાત કર્યો છે તેની વિગતો સામે આવી નથી પણ ખેડૂતના આ પગલાથી પરિવાર વિખેરાઈ ગયો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ગોકલપર ગામે ખેડૂતના આપઘાતની ઘટના સામે સામે આવી છે. જેની વિગત મુજબ ગોવિંદભાઈ ગોપાલભાઈ સોનગરા નામના ત્રીસ વર્ષીય યુવાન ખેડૂતે બે દિવસ પૂર્વે તા.૫/૪/૨૦૨૩ના રોજ સવારે સાડા નવેક વાગ્યે પોતાની વાડીમા આવેલ ઝાડની ડાળીમા બળદની રાહની દોરી વડે પોતાની જાતે ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. કોઇ અગમ્ય કારણસર ગળાફાસો ખાઈ યુવાને અંતિમ પગલું ભરી લીધું હોવાનું નિવેદન તેના નાના ભાઈ સાગરે કલ્યાણપુર પોલીસમાં આપ્યું હતું. જે રાહના સહારે બળદોને હાંકી ખેતી કરી હતી તે જ રાહથી ખેડૂતે જીવતરનો અંત આણતા સમગ્ર સતવારા સમાજમાં ગમગીની ફેલાઈ ગઈ છે. ગોવિંદભાઈના અંતિમ પગલાને લઈએ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તો આ બનાવના પગલે નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here