
જામનગર અપડેટ્સ: જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામે મધરાતે ખાટલામાં સુતેલા વૃદ્ધ મહિલાને એક મહિલા સહિતના ચાર સખ્સોએ લુંટી લીધા છે. અન્ય સખ્સોએ વૃદ્ધને પકડી રાખી, મહિલાએ વૃધ્ધાના કાનની બંને બુટીઓ કાઢી લઇ, ઓશિકા નીચે રાખેલ રૂપિયા સાત હજારની રોકડ ભરેલ બટવો પણ લુટી લઇ નાશી ગયા હતા. વૃદ્ધ મહિલાએ બીજા દિવસે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જોડિયા તાલુકાના બોડકા ગામે લુંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં સતી માતાના મંદિર પાસે રહેતા ૮૦ વર્ષીય વૃધ્ધા જસવંતીબેન જગદીશભાઈ ગડારા ૧૦મી તરીકે રાત્રે જમીને પોતાના ઘર બહાર છાપરા નીચે સુઈ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે દોઢેક વાગ્યે અવાજ થતા તેણીની જાગી ગયા હતા. જાગી ગયેલ વૃધ્ધાએ પોતાની સામે જ મોઢા પર કપડું બાંધેલ એક મહિલા અને અન્ય ત્રણ સખ્સોને જોયા, વૃદ્ધ મહિલા કઈ સમજે તે પૂર્વે ત્રણ પુરુષોએ વૃધ્ધાને હાથ પગથી પકડી લીધા હતા. જયારે મહિલાએ મહિલાના મોઢે ડૂમો દઈ, કાનમાં પહેરેલ એક તોલા વજનના બંને બુટી બળજબરી પૂર્વક કાઢી લીધી હતી.

દાગીનાની લુંટ ચલાવ્યા બાદ વૃધ્ધાના ઓશિકા નીચેથી રહેલ રૂપિયા સાત હજારની રોકડ ભરેલ પાકીટ પણ મહિલાએ હાથ વગુ કરી લીધું હતું. કામ પૂર્ણ થઇ જતા લુંટ ચલાવી નાશવા જતા શકશોને જોઈ વૃધ્ધાએ રાડારાડી કરી, રોકવાનો પ્રયાસ કરતા એક સખ્સ સાથે જપાજપી થઇ હતી જેમાં તેણીને મોઢા પર મુંઢ ઈજા થઇ હતી. લુટારુ સખ્સો નાશી ગયા બાદ વૃદ્ધાએ તેના જ મકાનમાં ભાડે રહેતા ઓડીસાના દંપતીને જગાડી લુંટ અંગે વાત કરી હતી. દંપતીએ પણ તુરંત આજુબાજુ લુટારુઓની ભાળ મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ મળ્યું ન હતું. બીજા દિવસે વૃધ્ધાએ પોલીસ કંટ્રોલને જાણ કરતા આ બનાવ સામે આવ્યો હતો . જેને લઈને પોલીસે બોડકા ગામે પહોહ્ચી મહિલાનું નિવેદન નોંધી મહિલા સહિતના ચાર સખ્સો સામે ૪૦ હજારના દાગીના અને સાત હજારની રોકડની લુંટ ચલાવવા સબબ ફરિયાદ નોંધી હતી. પોલીસે પરપ્રાંતીય સખ્સો સામે સંકા વ્યક્ત કરી બહારથી આવેલ શ્રમિકો સુધી તપાસ લંબાવી છે.