જોડીયા: આ સખ્સો જાણી જોઇને પીણામાં આલ્કોહોલ ઉમેરી લોકોને કરાવતા હતા નશો

0
2606

જામનગર: જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામ નજીક આવેલ હોટેલ પર વેપાર કરતા સખ્સોએ હોટેલ પર જે પીણાનું વેચાણ કરી તેમાં આલ્કોહોલ ઉમેરી લોકોને નશો કરાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે વેપારીઓ ઉપરાંત દાવત બેવરેજીસની એજન્સી ધરાવતા સખ્સ તેમજ બે ફાર્મા પેઢીઓ સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે સ્થળ પરથી ૨૫૩ બોટલ હર્બલના નામે વેચવામાં આવતા પીણાની બોટલો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જોડિયા તાલુકાના તારાણા ગામ નજીક આવેલ ગોકુલ હોટલ પર પોલીસે ચેકિંગ કાર્યવાહી કરી હતી. જેમાં આરોપી મહેંદ્રસિંહ ચનુભા જાડેજા જાતે ગીરા ઉ.વ.૩૫ ધંધો વેપાર રહે.તારાણા ગામ તા.જોડીયા જી.જામનગર  અને મેહુલભાઇ અરવિંદભાઇ જશાણી જાતે પટેલ ઉ.વ.૩૨ ધંધો વેપાર (દાવત બેવરીજીશની એજંન્સી) રહે.મોવડી ચોકડી રાજ રેસીડન્સી બ્લોક નં.૯૧ રાજકોટ શહેર મો.૯૦૮૧૩૧૧૩૩૧ વાળાઓએ નશાબંધી આબકારી વીભાગનુ SA-2 લાઇસન્સ આવી પ્રોડક્ટના અન્ય રાજ્યમાંથી તથા ગુજરાતમાંથી આયાત કરવા, સંગ્રહ કરવા તથા વેચાણ કરવા માટેનુ મેળવ્યા વગર તા.૧૭/૧૧/૨૨ પહેલાથી “K.T.AYURVEDA” ની બોટલ નંગ-૧૧૨ કી.રૂ.૧૭,૯૨૦ તથા “ASHVASHAW” ની બોટલ નંગ-૧૧૦ કી.રૂ.૧૬,૫૦૦ તથા “STONEARISHTHA ”  ની બોટલ નંગ-૨૦ કી.રૂ.૩,૦૦૦ તથા “KAL MEGHASAVA” ની બોટલ નંગ-૧૧ કી.રૂ.૧,૬૫૦ મળી કુલ મુદ્દામાલ કી.રૂ.૩૯,૦૭૦નું હર્બલ પીણુ કે જેમાં ઇથાઇલ આલ્કોહોલ અનુક્રંમે 8.6%, 7.4%, 11.3%, 8.6% તથા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અનુક્રંમે 0.09%, 0.04%, 0%, 0.1% ઉમેરેલ છે. જે આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ આરોપી મહેન્દ્રસિંહએ રાજકોટ ખાતેથી રહેતા આરોપી મેહુલ જસાણી પાસેથી મંગાવી સંગ્રહ કરી આ નશાકારક કેફી પીણુ મેળવીને છુટક વેચાણ કરવા સારૂ આરોપી મહેન્દ્રસિંહએ પોતાના કબ્જા ભોગવટાની ગોકુલ હોટલમાં વેચાણ અર્થે રાખી તથા આરોપીઓએ ચાર બોટલમાં ઇથાઇલ આલ્કોહોલ સીધોજ નાખીને યુનાની ડ્રગ્સ અને મુળ સપોટ પ્રોડ્કટના નામે તથા હર્બલ પીણાના નામે નાગરીકોને પીવડાવીને પુર્વ આયોજીત કાવતરૂ કરી વેચાણ કરી એકબીજાની મદદગારી કરી ગંભીર વિશ્વાસઘાત કર્યો હતો.  આ ઉપરાંત કે.ટી.આયુર્વેદીક સરધાર મેઇન રોડ રાજકોટ તથા શ્રી આયુર્વેદીક હેલ્થ કેર વડોદરા તથા એ.એમ.બી. ફાર્મા, દાદરા & નગર હવેલી વાળાઓએ યુનાની ડ્રગ્સ અને મુળ સપોટ પ્રોડ્કટના નામે તથા હર્બલ પીણાના નામે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ કે જે અખાદ્ય હોય જેનો ઉપયોગ કેમીકલ પ્રોડક્ટ તરીકે તથા હેન્ડ સેનીટાઇઝરમાં થતો હોય જે પીવાથી નાગરીકોને મૃત્યુ થવાની પુરી સંભાવના હોય જે જાણવા છત્તા તેમા ઉમેરો કરી ગુન્હો આચર્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પીએસઆઈ આર.ડી.ગોહીલ સહિતના સ્ટાફે તમામ સામે આઈપીસી કલમ ૩૦૮, ૪૦૬, તથા ગુજરાત નશાબંધી અધીનીયમની કલમ ૬૫(એ)(ઇ),૮૧,૮૩,૬૭(ક) મુજબ ફરિયાદ નોંધી, ૨૫૩ બોટલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here