
જામનગર અપડેટ્સ: જામનગર શહેરના પ્રણામી સ્કુલની પાસે આવેલ નંદધામ સોસાયટીના રહેવાસીઓને કોમન પ્લોટ તો ફાળવવામાં આવ્યો પણ તે માત્ર નામનો રહી ગયો કારણ કે સાત વગદાર સખ્સોએ અડધા કરોડ રૂપિયાની સરકારી ભાવની આ જગ્યા પચાવી પાડી બાંધકામ કરી વ્યાપારી અને ઔદ્યોગિક સંસ્થાન ઉભા કરી ભાડે પણ ચડાવી દીધા બીજી તરફ નાનો મોટી પ્રસંગ કે વાહન પાર્કિંગ કરવાની જગ્યા છીનવાઈ જતા વર્ષોથી સોસાયટીવાસીઓ તંત્ર સામે લડી રહ્યા છે. પરંતુ હવે પાણી ઉપરથી વહી જતા રહેવાસીઓએ આરપારની લડાઈ લડી જે તે દબાણકર્તાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધવાની માંગણી કરી છે.જામનગરમાં વર્ષ ૨૦૦૦ની સાલમાં હાલની પ્રણામી શાળાની સામેની ખેતીની જગ્યા બિનખેતી કરી પ્લોટીંગ પાડી કુલ ૫૪ પ્લોટ સાથે નંદધામ સોસાયટી ઉભી કરવામાં આવી હતી. જેમાં કોમન પ્લોટના ૫૧૬ ચોમી ઉપરાંતના કોમન પ્લોટની જગ્યાનો પણ સમાવેશ થતો હતો. સોસાયટી ઉભી થયા બાદ આ કોમન પ્લોટ પર અમુક સખ્સોની નજર પડી અને ધીરે ધીરે સાર્વજનિક જગ્યા પર દબાણ કરવાની શરુઆત કરી હતી. થોડા જ વર્ષોમાં સાત સખ્સોએ કોમન પ્લોટની તમામ જગ્યા પચાવી, આ જગ્યા પર બાંધકામ ઉભા કરી રહેણાંક અને ઔદ્યોગિક એકમો બનાવી દેવામાં આવ્યા હતા. પ્લોટના દબાણ કર્તાઓ મહેન્દ્ર ગોરધનભાઈ જાદવ, પરબત જેઠાભાઈ અસવાર , ધમાભાઇ સોનગરા, કારાભાઈ પુંજાભાઈ અસવાર, સુનીલ ઓડીચ, રમેશ કનખરા અને દીપેશ કનખરા સામે સોસાયટીવાસીઓએ અનેક વખત મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી. જો કે વગદાર આસામીઓ વગ વાપરી વારે વખતે કાર્યવાહીમાંથી બચી જતા આવ્યા છે. જેને લઈને સોસાયટીવાસીઓએ કાનૂની લડતના મંડાણ શરુ કર્યા છે.

શહેરના જ વકીલ પ્રતિક જોશી મારફત ગુજરાત સરકારના મહેસુલ વિભાગમાં ઓનલાઈન ફરિયાદ કરી સાથે સાથે પ્રધાન મંત્રીના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી સાથે સાથે કલેકટર કચેરીમાં પુરાવાઓ સાથે લેન્ડગ્રેબિંગની અરજી કરી દબાણ હટાવી જે તે આસામીઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી ન્યાયની માંગણી કરી હતી. રૂપિયા ૪૫ લાખની વધુની સરકારી જંત્રીના ભાવની જમીન પર દબાણની કમિશ્નર સમક્ષ તાજેતરમાં કરાયેલ રજૂઆત બાદ તંત્ર કહેવા પુરતી જે તે આસામીઓને બે નોટીશ આપી સંતોષ માની લીધો હતો. જેને લઈને અહીના રહેવાસીઓએ કલેકટર સમક્ષ રજૂઆત કરવા આગળ વધ્યા હતા. આ દરમિયાન પીએમઓમાંથી પણ જે તે ફરિયાદની ઇન્ક્વાયરી આવતા તંત્રને રેલો આવ્યો હતો. જો કે હજુ સુધી નોટીશથી આગળ કોઈ જ કાર્યવાહી થવા પામી નથી. સોસાયટીવાસીઓની માંગણી મુજબ જે તે તમામ આસામીઓનું દબાણ દુર કરી તમામની સામે લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવે અને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે એવી માંગ સાથે આજે સોસાયટીવાસીઓ કલેકટર કચેરીએ પહોચી આવેદન પત્ર પાઠવી વધુ એક વખત ન્યાયની માંગણી કરી હતી.
ચાર દિવસ પૂર્વે સોસાયટી’ના વકીલ પી.આર.જોષી ધ્વારા આ બાબતે જામનગર મહાનગર પાલીકામાં અરજી અહેવાલ કરાવેલ જે મુજબ જામનગર મહાનગર પાલીકા ધ્વારા શો-કોઝ નોટીસ જે થી જી.પી.એમ.સી એકટ ૧૯૪૯ (૧) અન્વયે દબાણ કરનારને આ જગ્યાના આધારો બતાવવા માટે નોટીસ પાઠવવામા આવેલ હતી. પરંતુ દબાણ કરનાર ધ્વારા દબાણ દુર કરવામાં આવેલ નહીં તેથી સોસાયટીના વકીલ પી.આર. જોષી ધ્વારા આ બાબતે સરકારશ્રીમા લેન્ડગ્રેચિંગ હેઠળની તારીખ : ૨૦-૦૬-૨૦૨૫ના રોજ ઓન લાઈન ફરીયા કરવામાં આવેલ હતી. જે ફરીયાદ થયા બાદ લાંબા સમય સુધી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ ન હતી. આ બાબતે વકીલ ધ્વારા તપાસ કરતા આ અસામાજીક તત્વો ધ્વારા જે દબાણ કરી તેના પર રકમની વસુલાત કરવામાં આવતી હતી. તેથી તેમના ધ્વારા હાલના સત્તા પક્ષોના ચુટાઈ આવેલ પ્રતીનીધીઓની સાથે સાંઠ ગાઠ કરી આ કરીયાદની કામગીરી ધીમી કરવામા આવેલ છે.

આ બાબતે વકીલ ધ્વારા રજુઆતો કરવાથી આ લેન્ડગ્રેબિંગ ફરીયાદ તળે તપાસ માટે સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-૨ જામનગરની કચેરી ધ્વારા ફરીયાદી તથા આ દબાણ ધારકો ને આ અરજીના તપાસની કામગીરમા તારીખ : ૪-૦૯-૨૫ના ૫:૦૦ કલાકે જવાબ તથા આધાર પુરાવા સાથે હાજ થવા માટે નોટીસ આપવામાં આવેલ હતી. જે બાબતે ફરીયાદી તથા દબાણ ધારકો પોતે હાજ રહેલ અને દબાધ ધારકો ધ્વારા તેમના કોઈ માલીકી અંગેના કોઈ આધારો રજૂ કરેલ ન હતા પરંતુ તેમના ધ્વારા જામનગર મહાનગર પાલિકાના બીલો રજુ કરવામાં આવેલ તથા જે જોતા જાહેર થયેલ કે આ કોમન પ્લોટની જગ્યા છે. તે બીલમાં સ્પષ્ટ જણાવેલ છે. આ જગ્યા કોમન પ્લોટ છે. તેમ છતાં જામનગર મહાનગરપાલિ ધ્વારા ટેકના બીલ બનાવેલ તથા તેના વેરાના બીલો બનાવેલ છે. આ જાહેર થતા સ્પષ્ટ થાય છે. આ કોમન પ્લોટનુ દબાણ જામનગર મહાનગર પાલિકાના અધીકારી ઓ તથા સત્તા પક્ષના હાથ નીચે કામગીરી કરવામાં આવેલ છે. તેમજ આ ફરીયાદની તપાસની ધીમી ગીતીએ ચલાવી રહેલ છે જેથી આ દબાણ કરનારને પોતાના દબાણ માટે અન્ય કોઈ પણ રીતે આ ફરીયાદને અટકાવવાનો પ્રયત્ન કરી સકે. “આ તમામ માહિતી બહાર આવતા નંદધામ સોસાયટીના ધારકો ધ્વારા જામનગર મહાનગર પાલિકાના કમિશનર સાહેબ સમક્ષ રૂબરૂમા તારીખ : ૦૧-૧૦-૨૦૨૫ના રોજ આવેદન આપવામાં આવેલ છે. જેની સામે દબાણ કરના અસામાજીક વ્યકતીઓ ધ્વારા રજૂ કરવામ આવેલ કાગળો પુરાવામાં આપવામાં આવેલ હતા. જે પુરાવાઓ ધ્યાને લઇ જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર સાહેબ ધ્વારા તારીખ : ૦૩/૧૦/૨૦૨૫ ના રોજ જેએમસી (ટી.પી.ઓબી. ૨૯/૨૬૦(૨)–નોટીસ/વો. નં. -/૧૧૮ ૮/૨૦૨૫ – ૨૬ થી ધી.જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ ની કલમ ૨૬૦ (૨) હેઠળ નોટીસ લગાવવામા આવેલ છે. જે મુજબ સ્પષ્ટ થાય છે. કે આ કોમન પ્લેટમા દબાણ છે. તેમ છતાં આરોપીઓને બચાવવા માટે લેન્ડગ્રેબિંગની જે કરીવાદને આગળ વધારવામા આવતી નથી અને આરોપીની અટક ન થાય તેમાટેના પ્રયત્નો થઈ રહેલ છે.

આ લેન્ડગ્રેબિંગની જે ફરીયાદ કરવામા આવેલ છે તે હજુ પણ સાસક પક્ષ ધ્વારા તથા હાલના અધીકારીઓ ધ્વારા અટકાવી રાખવામ આવેલ છે. તેથી સ્પષ્ટ થાય છે કે આમા કોમન પ્લોટના દબાણ બાબતે સરકારના નિયમો મુજબ ૩૦ દિવસમા જે ફરીયાદનો નીકાલ કરવા કાયદામાં જોગવાઓ કરવામા આવેલ છે. તેમ છતાં અધીકારોઓ ધ્વારા સોસાયટીના કોમન પ્લોટના દબાણ કરનારને બચાવવા માટેના પ્રયત્નો થઈ રહેલ છે. તેમજ લેન્ડગ્રેબિંગના કાયદા મુજબ સરકારશ્રીના અધીકારી ધ્વારા અન્ય ફરીયાદોમાં તાત્કાલીક અસરથી દબાણ દુર કરવાની કામગીરી કરવામા આવે છે. તેમ છતાં આમા આ સોસાયટીના કોમન પ્લોટમા કોને બચાવવા તથા કોના નેજા હેઠળ આ કામગીરીની ગીતી ધીમી કરવામા આવેલ છે તે પ્રશ્ન છે.જયારે ગુજરાત રાજયના ગૃહ મંત્રી ધ્વારા જાહેરમા તથા સમાચારોમાં જાહેરાતો કરવામાં આવે છે કે કોઈની પણ જગ્યા અસામાજીક તત્વો ધ્વારા દબાણ કરવામ આવે કે હેરા પરેસાન કરવામ આવે તો તેની સામે સીધી ફરીયાદ આવતાની સાથે તેના પર કાર્યવાહી કરવામાં આવસે તેમ છતાં આ ફરીયાદ અંગે આજ દીન સુધીમા કોઈ કાર્યવાહી આગળ વધેલ નથી.આ દબાણ કરનાર પર લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ સ્પષ્ટ રીતે દબાણ અંગે એફ.આઈ.આર થવી જોઈએ પરંતુ આજ દિન સુધી કોઈ તપાસ પૂર્ણ કરવામા આવેલ નથી કે તેમના પર કોઈ પગલા લેવામા આવેલ નથી.
આમ નંદધામ સોસાયટીના તમામ સોસાયટી ધારોક ધ્વારા આ અંગે અને કો રજુ આત કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવેલ નથી. જે સરકમારશ્રીના પ્રતીનીધીઓ ધ્વારા જે કાયદા મુજબની જાહેરાતો કરવામા આવે જે પણ લોકોને અસામાજીક તત્વો ધ્વારા હેરાન પરેસાન કે તેમની જમીન દબાણ કરવામાં આવસે તેમને સરકાર ધ્વારા છોડવામાં નહી આવે. પરંતુ આ કિસામા સરકારશ્રીના અધીકારીઓ તથા ચુટાયેલા પક્ષના પ્રતીનીધીઓ ધ્વારા દબાણ કરનારના રક્ષણ માટે હાલની કામગીરીનું અટકાવવાનો પયત્ન કરી રહેલ છે