
જામનગર અપડેટ્સ: જામનગરના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેકટરના રાઇટર તરીકે એક વેપારીને ફોન કરી ગાંજા પ્રકરણમાં જરલમાં રહેલ તેનાં મામાને મદદરૂપ થવા બાબતના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયા દોઢ લાખ પડાવી લેવાયાની સીટી પોલોસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી દ્વારા ઓનલાઈન મની ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી પોલીસ તપાસ સહેલી બનશે અને આરોપી તાત્કાલિક પકડાઈ જાય એવો આશાવાદ સેવાઇ રહ્યો છે.

જામનગરમાં ખાદીભંડાર સામે નવીવાસ આંબલી ફળીમાં રહી વેપાર કરતા મોહમદરીયાન ઇમ્તીયાઝભાઇ શેખ નામના 19 વર્ષીય યુવાનના મામા હાલ ગાંજા સબંધિત કેસમાં જેલમાં છે. મામાને કેમ મદદ કરે છે એમ કહી ગત તા.28 માર્ચના રોજ બપોરે કોઈ શખ્સે એસઓજી પીઆઇના રાઇટર તરીકે ફોન કર્યો હતો. જેમાં પોલોસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સે મદદ કરવા સબબ એસઓજી ઉપાડી જશે એમ કહી પોલીસ કાર્યવાહીથી બચવા રૂપીયા આપવા પડશે તેમ કહ્યું હતું. ત્યારબાદ નકલી પોલીસ બનેલ શખ્સે યુવાનના વોટ્સએપ પર યુવાનના વોસ્ટએપ નંબર ૯૩૧૩૩૩૩૧૪૬ ઉપર સ્કેનર મોકલી કટકે કટકે રૂ.૧,૦૨,૦૦૦ ગુગલ પે થી પડાવી લીધા હતા. ત્યારબાદ વધુ પૈસા પડાવવા માટે આરોપીએ યુવાનને ફોન કરી કહેલ ‘તારા મામાના મદદગાર તરીકે ઝુબેર મુંબઇ વારાને અમો પકડશુ અને તેની પાસેથી ચાર પાંચ લાખ રૂપીયા લેશુ અને મારે એક જ્ગ્યાએ રૂ.૫૫,૦૦૦ આપવાના છે અને હુ રાત્રીના એસ.કે.રેસ્ટોરન્ટ ખાતે જમવા આવીશ ત્યારે રૂપીયા પરત આપી દઇશ અને તારા એક લાખ રૂપીયા પણ પરત આપી દઈશ’ તેમ કહી યુવાનના વોસ્ટએપ નંબર ઉપર બીજુ સ્કેનર મોકલી તેમા રૂ.૫૫,૦૦૦ ગુગલ પે થી પડાવી લેવામાં આવ્યા હતા.

આમ કુલ હોય રૂ.૧,૫૭,૦૦૦નો તોડ થઈ જતા યુવાનને શંકા ગઈ હતી. જેને લાઇ યુવાને અજાણ્યા શખ્સ સામે એસ.ઓ.જી. જામનગર પી.આઇ. સાહેબના રાઇટર તરીકેની ખોટી ઓળખ આપી રાજય સેવકનુ ખોટુ નામ ઘારણ કરી ઠગાઇ કરવા સબબ સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.