જામનગર શહેરમાં અઢી વર્ષ પૂર્વે જેના નામની હાક વાગતી હતી તે જયેશ માફિયાના નેટવર્કને પોલીસે સાફ કરી નાખ્યું છે પણ જયેશ પટેલથી ત્રાહિત વ્યક્તિઓ ધીરે ધીરે બહાર આવી રહ્યા છે અને સમયે સમયે ચોકાવનારા ઘટ:સ્પોટ કરી રહ્યા છે. એક સમયે જયેશ પટેલ સાથે વ્યવસાય કરનાર જીતેન્દ્ર ગોરિયા હવે મેદાને આવ્યા છે. પોતાની સાથે જયેશ પટેલે કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હોવાની અને પોતાનું નામ ખોટી રીતે ખંભાલીયા-આરાધનાધામની ફાયરીંગની ઘટનામાં લેવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ આરોપને સુપ્રીમ કોર્ટે પણ ગ્રાહ્ય ન રાખી પોતાને ખોટી રીતે આ પ્રકરણમાં ફીટ કરવામાં આવતો હોવાનો પણ ગોરીયાએ આક્ષેપ કર્યો છે. બીટ કોઈન કૌભાંડમાં પણ જયેશ પટેલે કરોડો રૂપિયાનું કરી નાખ્યું હોવાની સાથે સાથે વધુ એક વખત હાલારના મોટા રાજકીય નેતાગીરીનું જયેશને સમર્થન હોવાનો આક્ષેપ પણ ગોરીયાએ કર્યો છે.

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખતે ભૂતકાળમાં ભૂમાફિયા જયેશ પટેલની સાથે જમીન લેતીદેતીના વ્યવસાય કરી ચૂકેલ રહેલ લાલાભાઈ ગોરિયાએ ગઈ કાલે પત્રકાર પરિષદ યોજી ખુલીને સામે આવી સણસણતા આક્ષેપ કર્યા છે. જયેશ પટેલે મારી સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી છે એમ કહી લાલા ગોરિયાએ પુરાવારૂપે એક ઓડિયો પણ સામે રાખ્યો હતો. જેમાં લાલા ગોરીયા અને જયેશ પટેલ વચ્ચે થયેલ ૧૬ કરોડના જમીન સોદાની વાતચીત થતી હોવાનું સામે આવ્યું છે.
રાજ્યભરમાં બહુ ચકચાર જગાવનાર બીટકોઈન પ્રકરણમાં પણ જયેશ પટેલ સંડોવાયેલ હોવાનો ઘટ:સ્પોટ કરી ગોરીયાએ પોતાના પાસે પુરાવા હોવાનું જણાવ્યું હતું. આ પ્રકરણમાં જયેશ પટેલની સામે પડેલ નિશા ગોંડલિયાનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ લગાવી ગોરીયાએ નિશાની હિમતના વખાણ કર્યા હતા.
બીજી તરફ જયેશ પટેલના એક પછી એક જમીન કૌભાંડને કાનૂની ટક્કર આપનાર વકીલ કિરીટ જોશીની હત્યા જયેશ પટેલે કરાવી છે પણ આ ઘટનાના દિવસે જમીન સોદા પેટે આવેલ એક કરોડની રોકડનું શું થયું? જે તે દિવસે કિરીટ જોશીને તેની જ ઓફીસમાં કેફી પીણાનું સેવન કરાવવામાં આવ્યું હતું તે કોણ ? સીસીટીવી ફૂટેજ કેમ ધ્યાને ન લેવાયા? સહિતના સવાલો કરી હત્યાની ઘટનાની તપાસ સામે પણ ગોરીયાએ સવાલો કર્યા હતા.

23/૧૧/૧૯ના રોજ નિશા ગોંડલીયા પર ખંભાલીયા નજીક આરાધના ધામ પાસે થયેલ ફાયરીંગમાં મારું નામ ખોટી રીતે ઉમેરવામાં આવ્યું હોવાનું જણાવી પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં સુપ્રીમ કોર્ટે પણ મારી તરફેણમાં સ્ટે આપ્યો હોવાનું ઉમેર્યું હતું. મને ન્યાય તંત્ર પર અપાર વિશ્વાસ છે એમ કહી ગોરિયાએ પોતાના સામે લાગેલા આરોપ પાયા વિહોણા હોવાનું કહ્યું હતું.
જયેશ પટેલના નેટવર્કને ખુદ જયેશ ઉપરાંત તેની પત્ની ધૃતિ, તેનો ભાઈ ચલાવતા હોવાનો ગોરીયાએ આક્ષેપ કર્યો હતો. જયેશને નેટવર્કને રાજકીય સમર્થન હોવાનું કહી ગોરીયાએ નામ લીધા વગર હાલારના મોટા ગજાના રાજકીય નેતાની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. પોતે જે જે આક્ષેપ કર્યા છે તેના તમામ પુરાવાઓ પોતાની પાસે હોવાનો વિશ્વાસ પણ ગોરિયાએ વ્યક્ત કરી ફાયરીંગ પ્રકરણમાં પોતાની સામે ચીંધવામાં આવેલ આંગળી ખોટી હોવાનો ભાવ દર્શાવ્યો હતો.