જામનગર: સીટી સી ડીવીજન પોલીસની ફરજમાં રુકાવટ

0
1076

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં દારૂ પ્રકરણના આરોપીને  પકડવા ગયેલ સીટી સી ડીવીજન પોલીસ પર એક પરિવારે હુમલો કરી આરોપીને પોલીસના કબ્જામાંથી છોડાવી લઇ જઈ પોલીસની ફરજમાં રુકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમાં શંકર ટેકરી સુભાષપરા શેરી નં- ૦૨મા ગઈ કાલે સીટી સી ડીવીજન પોલીસ દારૂ પ્રકરણના એક આરોપીને શોધવા ગઈ હતી. આરોપી રાજેશ ઉર્ફે રાજુ કેશુભાઇ વરાણીયા વિરૂધ્ધમા દાખલ થયેલ દારૂ સબંધિત ફરિયાદને લઈને અટક કરવાનો બાકી હોવાથી પોલીસ તેના ઘરે પહોચી હતી. જ્યાં આરોપી હાથમાં આવી જતા પોલીસકર્મીઓએ તેને એક બાઈકમાં બેસાડી રવાના થતી હતી

ત્યારે આરોપી રાજેશભાઇએ બુમો પાડતા આરોપીઓ વિજય કેશુ વરાણીયા તથા વિજયભાઇની પત્ની તથા રોહીત લીંબડ તથા વિજયની બહેનો જોસનાબેન તથા રીટાબેન અને રાજેશભાઇની પત્ની વીજુબેન તેની દીકરી શીતલબેન તેમજ રાજેશ કેશુભાઇ વરાણીયા રહે. બધા શંકર ટેકરી સુભાષપરા શેરી નં- ૦૨ જામનગર આવી ગયા હતા. અને પોલીસ સ્ટાફના મહિન્દ્રસિંહ જાડેજને ઢીકા પાટુનો મારમારી, ઝપાઝપી કરી અને રાજુને કેમ લઇ જશો તેમ કહી ખાનગી મોટર સાયકલમાથી ચાવી કાઢી લઇ, રાજેશભાઇ વરાણીયાને છોડાવી લઇ ગયા હતા. આરોપીઓએ પોલીસની કાયદેસરની સરકારી ફરજમા રૂકાવટ કરી હોવાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ દ્ર્હી છે.

NO COMMENTS